ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા બાદ પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપનીને ફટકાર્યો 15 લાખનો દંડ
Emami Fair and Handsome Misleading ads Case: દિલ્હીની એક કંન્ઝ્યૂમર કોર્ટે, ઈમામી લિમિટેડ પર અયોગ્ય વેપાર વ્યવહાર બદલ 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 2013ના એક કેસમાં સેન્ટ્રલ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર ડિસ્પ્યીટ્સ રિડ્રેસલ કમિશને એક વ્યક્તિની ફરિયાદ પર કંપની વિરુદ્ધ આ નિર્ણય આપ્યો છે.
વાસ્તવમાં વર્ષ 2013માં એક યુવકે ગોરા બનવા માટે 79 રૂપિયાની ઈમામીની ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ ખરીદી હતી. પરંતુ ક્રીમ લગાવવા છતા યુવક ગોરો બન્યો નહોતો. યુવકે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની ત્વચા પર ક્રીમની કોઈ અસર થઈ નથી. કેસની સૂનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યું કે કંપનીએ તેની પ્રોડક્ટ વેચવા માટે ભ્રામક અને ભરમાવવાની જાહેરાત આપી હતી.
યુવકે આરોપ લગાવ્યો હતો કે, કંપનીની પ્રોડક્ટના પેકેજિંગ અને લેવલ પર આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરીને ક્રીમનો ઉપયોગ કર્યો હવો, છતા તેની ત્વચા ગોરી ન થઇ, જ્યારે કંપનીએ પોતાના ઉત્પાદનના માધ્યમથી ગોરા થવાનો દાવો કર્યો હતો. યુવકની ફરિયાદ પર, કંપનીએ બચવા માટે ઘણી દલીલો આપી, પરંતુ કોર્ટે કંપનીની કોઈપણ દલીલો સ્વીકારવાનો ઇનકાર કર્યો, કારણ કે કંપની જે તર્ક આપી રહી હતી, તેની સાથે સંબંધિત કંઈપણ વાતો પ્રોડક્ટના પેકેજિંગ અને લેબલ પર લખેલી નહોતી.
કન્ઝ્યૂમર કોર્ટે રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા જણાવ્યું હતું કે, ઈમામી, ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ નામની પ્રોડક્ટ વેચતી હતી, જેના પેકેજિંગ અને લેબલિંગમાં 3 અઠવાડિયા સુધી સતત ઉપયોગ કરવાથી પુરુષોના સ્કીનમાં ગોરાપણું આવી જશે. કન્ઝ્યૂમર કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે કંપની જાણતી હતી કે ઉત્પાદનના પેકેજિંગ અને લેબલિંગમાં લખેલી સૂચનાઓ અધૂરી છે અને જો અન્ય આવશ્યકતાઓનું પાલન ન કરવા પર પરિણામ નહીં મળે, જેનો દાવો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વિગતવાર આદેશ આપતા ફોરમે ઈમામીને ફરિયાદ કરનાર યુવકને દંડ આપવાનો નિર્દેશ આપ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp