ભારતના પૂર્વ ધારાસભ્ય જર્મનીના નાગરિક હોવાનું બહાર આવ્યું, 20 વર્ષ ધારાસભ્ય રહ્યા
Telangana ex-MLA Chennamaneni Ramesh a German: તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે કોંગ્રેસના નેતા આદિ શ્રીનિવાસની અરજી પર ચૂકાદો આપતા પૂર્વ BRSના ધારાસભ્ય ડૉ. રમેશ ચેન્નામાનેનીને જર્મન નાગરિક ગણાવ્યા. કોંગ્રેસ નેતા શ્રીનિવાસે રમેશ ચેન્નામાનેનીની નાગરિકતા અંગે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો કર્યો હતો.
કોર્ટે સોમવારે પોતાનો ચૂકાદો જાહેર કર્યો હતો. કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે, પૂર્વ BRS નેતા ચેન્નામનેની રમેશ એક જર્મન નાગરિક છે અને તેમણે વેમુલાવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમણે પોતાની ઓળખ ભારતીય નાગરિક તરીકે આપી.
હાઈકોર્ટે કોંગ્રેસ નેતાની અરજી પર પોતાનો ચૂકાદો આપતાં કહ્યું કે, રમેશ જર્મન એમ્બેસી તરફથી કોઈ પણ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા, કે તેઓ તે હવે એ દેશના નાગરિક નથી. BRSના પૂર્વ ધારાસભ્યને 30 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. જેમાંથી 25 લાખ રૂપિયા શ્રીનિવાસને આપવા પડશે. જેમની સામે રમેશ નવેમ્બર 2023ની ચૂંટણી હારી ગયા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સેલિબ્રેટરી પોસ્ટમાં, શ્રીનિવાસે કહ્યું કે પૂર્વ ધારાસભ્ય ચેન્નામનેની રમેશને જર્મન નાગરિક હોવાના ખોટા દસ્તાવેજો સાથે ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હવે તેમના પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2020માં કેન્દ્રએ તેલંગાણા હાઈકોર્ટને જાણ કરી હતી કે રમેશ પાસે જર્મન પાસપોર્ટ છે જે 2023 સુધી માન્ય હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની અરજીમાં તથ્યો છુપાવવાના આધાર પર તેમની ભારતીય નાગરિકતા રદ કરવાનો આદેશ પહેલાથી જ જાહેરી કરી દીધો હતો.
રમેશ ચેન્નામાનેની અગાઉ ચાર વખત વેમુલાવાડા સીટ જીતી ચૂક્યા છે. 2009માં તેલુગુ દેશમ પાર્ટીના ભાગ રૂપે અને પછી 2010 થી 2018 સુધી ત્રણ વખત ચૂંટણી જીતી. જેમાં પક્ષ પલટા બાદની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ભારતીય કાયદા અનુસાર, બિન-ભારતીય નાગરિકો ચૂંટણી લડી શકતા નથી કે મતદાન કરી શકતા નથી.
અગાઉ 2013માં તત્કાલીન અવિભાજિત આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પેટાચૂંટણીમાં તેમની જીતને આ જ કારણસર રદ કરી દીધી હતી. ત્યારબાદ રમેશે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને રોક લગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પ્રતિબંધ અમલમાં રહેવા દરમિયાન 2014 અને 2018ની ચૂંટણી લડી અને જીત્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp