ટાટા મેજિક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત; 7 લોકોના મોત

ટાટા મેજિક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત; 7 લોકોના મોત

12/10/2024 National

SidhiKhabar

SidhiKhabar

ટાટા મેજિક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત; 7 લોકોના મોત

Hathras Road Accident: ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ભયાનક અકસ્માતમાં 7 લોકોના મોત થઇ ગયા છે. 8 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. મુસાફરોને લઈ જઈ રહેલી ટાટા મેજિક બેકાબૂ થઇ ગઈ અને ટ્રક સાથે અથડાઈ. તો ટ્રક અનિયંત્રિત થઇને પલટી મારી ગઈ હતી. ટાટા મેજિક હાથરસના કુમરાઈ ગામથી એટાના નાગલા ઈમલિયા ગામ જઈ રહ્યું હતું. તમામ લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે.

કોતવાલી પોલીસ સ્ટેશનના હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર પાસે વાહનોની ટક્કર થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા તમામ 7 લોકો મેજિકમાં મુસાફરી કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, બધા લોકો કેન્સરથી પીડિત 60 વર્ષીય વ્યક્તિને સારવાર માટે હૉસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. મેજિકમાં લગભગ 20 લોકો સવાર હતા.


મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ જિલ્લામાં મથુરા-કાસગંજ હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા માટેની સૂચના આપવામાં આવી છે. તેની સાથે જ તેમણે ઇજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી કામના પણ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top