હાઈવે પર ભીષણ અકસ્માત, ટેન્કર સાથે અથડાયા બાદ કારમાં લાગી આગ, 4ના મોત

હાઈવે પર ભીષણ અકસ્માત, ટેન્કર સાથે અથડાયા બાદ કારમાં લાગી આગ, 4ના મોત

11/11/2023 National

SidhiKhabar

SidhiKhabar

હાઈવે પર ભીષણ અકસ્માત, ટેન્કર સાથે અથડાયા બાદ કારમાં લાગી આગ, 4ના મોત

દેશમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે દિલ્હી-જયપુર હાઈવે પર ગઈકાલે રાત્રે વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા.દિલ્હી-જયપુર હાઈવે પર સિદ્રાવલી પાસે અકસ્માતની ઘટના બની

હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં દિલ્હી-જયપુર હાઈવે પર સિદ્રાવલી પાસે અકસ્માતની ઘટના બની હતી જેમાં એક ટેન્કરે કાર અને પીકઅપ વાહનને જોરદાર ટક્કર મારતા ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ એક ટેન્કર ડિવાઈડર કૂદીને કાર સાથે અને બાદમાં પીકઅપ વાન સાથે અથડાયું હતું જેના કારણે કારમાં આગ લાગી હતી અને તેમાં સવાર ત્રણ લોકો જીવતા ભૂંજાયા હતા જ્યારે પીકઅપ વાનના ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


કારમાં સવાર લોકોને બચાવી શકાયા ન હતા

દિલ્હી-જયપુર હાઈવે પર સિદ્રાવલી ગામ પાસે  મોડી રાત્રે અકસ્માતના ઘટના સ્થળે પહોંચેલી ફાયર ફાઈટરની ટીમે કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ તેમાં સવાર લોકોને બચાવી શકાયા ન હતા. આ અગાઉ બુધવારે થયેલા અકસ્માતમાં સ્લીપર બસમાં આગ લાગતા બે મુસાફરો જીવતા ભૂંજાયા હતા જ્યારે 29 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top