ખરું કહેવાય! બનાસકાંઠામાં સગા મા-બાપે જ દીકરીને સાંકળથી બાંધી રાખી! દીકરીના કરતૂત પણ એવા કે...

ખરું કહેવાય! બનાસકાંઠામાં સગા મા-બાપે જ દીકરીને સાંકળથી બાંધી રાખી! દીકરીના કરતૂત પણ એવા કે...

05/17/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખરું કહેવાય! બનાસકાંઠામાં સગા મા-બાપે જ દીકરીને સાંકળથી બાંધી રાખી! દીકરીના કરતૂત પણ એવા કે...

બનાસકાંઠા: આપણા સમાજમાં આજકાલ પારિવારિક સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે, એના પર પ્રકાશ ફેંકતો કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. એક તરફ આપણે દિવસે દિવસે આધુનિક વિચારધારા અપનાવી રહ્યા છીએ, જ્યારે બીજી તરફ ગુજરાત જેવા પ્રગતિશીલ ગણાતા રાજ્યમાં મા-બાપે દીકરીને સાંકળેથી બાંધી રાખી હોવાની ઘટના બહાર આવી છે.


બંને તરફની વાત માન્યામાં ન આવે એવી!

બંને તરફની વાત માન્યામાં ન આવે એવી!

બનાસકાંઠાના ધાનેરામાં 181 અભયમ ટીમને એક અજાણ્યા શખ્સે  ફોન કરીને જણાવ્યું હતું કે, એક દીકરીને તેના માતા પિતાએ સાંકળથી બાંધીને રાખી છે. જેથી 181 ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેઓએ જોયુ તો દીકરી ખરેખર સાંકળથી બાંધેલી હતી. જેથી અભયમની ટીમે પહેલા તો તેને છોડાવી હતી, અને બાદમાં માતા પિતાનું કાઉન્સિલિંગ કરી તેમને સમજાવ્યા હતા.

દીકરી સાથે આવુ કેમ કર્યુ તે વિશે દીકરીએ જણાવ્યુ કે, અંધશ્રદ્ધાના લીધે અને મારી સગાઈ જ્યાં કરેલ છે ત્યાં પૈસાની લેવડ દેવડ ના લીધે મારા માતા પિતાએ સાંકળથી મને બાંધેલ છે. તો માતાપિતાએ કારણ આપ્યુ કે, મારી દીકરીની સગાઈ થઈ ગઈ છે, પરંતુ તે કોઈ કારણોસર બે થી ત્રણ વાર ઘરેથી ભાગી ગઈ છે. તેથી અમે તેને ગૌચર વિસ્તારમાંથી શોધી લાવ્યા છીએ. એ ફરીથી ભાગી ના જાય એટલે અમે તેને સાંકળથી બાંધેલી છે. આમ બંને પક્ષની વાત ઝટ ગળે ઉતરે એવી નથી. પરંતુ આજે પણ કેટલાક લોકો કેવી પછાત માનસિકતામા જીવે છે, એ વાત આ કિસ્સા પરથી ઉજાગર થાય છે.


ઉપરથી પાછી અંધશ્રદ્ધા એટલી કે ડોક્ટરને બદલે ભૂવો...

ઉપરથી પાછી અંધશ્રદ્ધા એટલી કે ડોક્ટરને બદલે ભૂવો...

ઉપરાંત આ પ્રકારની ઘટનાઓમાં પરિવાર અને માતા-પિતા ડોક્ટર પાસે જવાને બદલે ભૂવાઓ અને તાંત્રિકો પાસે જવાનું વધુ પસંદ કરે છે! અ કેસમાં પણ કંઈક એવું જ બન્યું હતું. થયું એવું કે સતત સાંકળથી બંધાયેલી હાલતમા રહેવાને કારણે દીકરીને ફોલ્લા પડી ગયા હતા. પરંતુ માતાપિતા તેને સારવાર માટે ડોક્ટર પાસે લઇ જવાને બદલે કોઈ ભૂવા પાસે લઈ ગયા હતા!

આમ, અભયમની ટીમે બંનેની વાત સાંભળીને તેમને સમજાવ્યા હતા અને દીકરીને બેડામાંથી મુક્ત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top