અમેરિકાના ન્યૂ-જર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર પર FBI ના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો

અમેરિકાના ન્યૂ-જર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર પર FBI ના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો

05/14/2021 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકાના ન્યૂ-જર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર પર FBI ના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો

ન્યૂ-જર્સી: અમેરિકાના ન્યૂ-જર્સી સ્થિત બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) મંદિરમાં ભારતથી સેવાના નામે લાવી શ્રમિકોનું શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સ્થાનિક કોર્ટમાં થયા બાદ મંદિરે તપાસ એજન્સી FBI એ દરોડા પાડ્યા હતા.

મીડિયા અહેવાલો જણાવે છે કે, કોર્ટમાં થયેલ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતથી દલિત શ્રમિકોને લાવીને તેમને ગોંધી રાખીને, પૂરતો આરામ ન આપીને તેમજ પૂરતું મહેનતાણું પણ ન ચૂકવીને તેમની પાસે કામ કરાવવામાં આવતું હતું. ફરિયાદમાં BAPS સંચાલકો વિરુદ્ધ હ્યુમન ટ્રાફિકિંગ અને વેતનના કાયદાનું ઉલ્લંઘન કરવાની ધારાઓ લગાડવામાં આવી છે.

૨૦૦ થી વધારે કામદારોને ભારથી R-1 વિઝા હેઠળ લવાયા હતા

ફરિયાદમાં જણાવાયું છે કે, લગભગ ૨૦૦ થી વધારે કામદારો, જેમાંથી ઘણાંને અંગ્રેજી બોલતા આવડતું નથી, તેમને કરાર ઉપર દબાણપૂર્વક હસ્તાક્ષર કરાવીને R-1 વિઝા હેઠળ ભારતથી ન્યુ-જર્સી લાવવામાં આવ્યા હતા. R-1 વિઝા હેઠળ જેઓ ધાર્મિક કામમાં વ્યવસાય કરે છે તેમને અમેરિકામાં પ્રવેશ કરવાની પરવાનગી અપાય છે.

પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા હતા

રિપોર્ટ અનુસાર, તેઓ જયારે ન્યુ-જર્સી પહોંચ્યા ત્યારે તેમના પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા હતા તેમજ સવારે ૬:૩૦ વાગ્યાથી સાંજે ૭:૩૦ વાગ્યા સુધી કામ કરાવવામાં આવતું હતું. તેમજ તેમને કલાકના ૧.૨૦ ડોલર હિસાબે દર મહિને ૪૫૦ ડોલર ચૂકવવામાં આવતા. જેમાંથી તેમને દર મહિને ૫૦ ડોલર રોકડા આપવામાં આવતા અને બાકીના તેમના ખાતામાં જમા કરવામાં આવતા હતા.

વેતન ઓછું અપાતું હોવાની ફરિયાદ

એક મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકામાં કલાકનું ઓછામાં ઓછું વેતન ૧૨ ડોલર (ભારતીય ચલણ પ્રમાણે ૮૮૧.૮૭ રૂપિયા) જેટલું છે. અમેરિકી કાયદો કહે છે કે સપ્તાહમાં ૪૦ કલાકથી વધુ કામ બદલ પ્રતિ કલાક દોઢ ગણો પગાર ચૂકવવો પડે છે. કેસમાં થયેલ ફરિયાદમાં દાવો કરાયો છે કે કામદારોને ચૂકવવામાં આવતો પગાર ૬ દાયકા પહેલા અપાતા પગારથી પણ ઓછો છે.

એજન્સીએ ૯૦ કામદારોને મુક્ત કર્યા

ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કામદારોને એક બંધ કમ્પાઉન્ડમાં જ રાખવામાં આવતા અને કેમેરા અને ગાર્ડસ દ્વારા દેખરેખ રાખવામાં આવતી. તેમના પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા હોવાથી બહાર પણ ન જઈ શકતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. કામદારો દ્વારા આરોપ લગાડાયો કે તેમને બહારના લોકો સાથે વાત કરવાની પણ છૂટ નથી અને તેના ભંગ બદલ ભારત પાછા મોકલી દેવાની ધમકી અપાતી હતી.

અમેરિકાના ન્યુ-યોર્ક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે કે, બીએપીએસ વિરુદ્ધ બળજબરીથી મજૂરી કરવાના આરોપોની તપાસ માટે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ અને યુ.એસ. લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા ન્યૂ-જર્સી સ્થિત સ્વામિનારાયણ મંદિર પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા બાદ યુ.એસ. એજન્સીઓએ 90 કામદારોને મંદિરના સ્થળેથી મુક્ત કર્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top