શું કંગના રણૌતને સતાવી રહ્યો છે ભય? કહ્યું ક્યાંક મારી આ પહેલી અને છેલ્લી ચૂંટણી..જાણો શું કહ્યું?
Lok Sabha Elections 2024 : ભાજપના હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠક પર કંગના રનૌતે આજે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમના હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુર પણ હાજર રહ્યા હતા. મંડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જામવાની સંભાવના રહેલી છે. કારણ કે કોંગ્રેસે અહીંથી દિવંગત નેતા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
નોમિનેશન દાખલ કરતાં પહેલા કંગનાએ કહ્યું કે, મારા માટે આ સૌભાગ્યની વાત છે, કે આજે પીએમ મોદી મોટી કાશીથી ઉમેદવારી માટે ફોર્મ ભરવાના છે, જ્યારે હું નાની કાશીમાંથી ઉમેદવારી નોંધાવી રહી છું. કંગનાની ઉમેદવારી નોંધાવતી વખતે તેની માતા આશા રનૌત પણ હાજર હતી. તેમણે કહ્યું કે, અમે જ્યાં પણ ગયા છીએ ત્યાં અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે કંગના માટે પ્રાર્થના કરીએ છીએ. કંગના પર એ લોકો કટાક્ષ સાથે ટીપ્પણીઓ કરી રહ્યા છે, પરંતુ તે ન તો કોંગ્રેસની મહિલા શક્તિ સારુ લાગી રહ્યું છે, અને ન તો ભાજપની મહિલા શક્તિને આ શોભી રહ્યુ છે. દરેકના ઘરમાં મહિલાઓ અને દીકરીઓ હોય છે.
મંડીથી ઉમેદવારી દાખલ કરતાં પહેલા કંગના રનૌતે મંડીમાં રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન જયરામ ઠાકુર તથા અન્ય ભાજપના નેતાઓ તેમના પ્રચારમાં હાજર હતા. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા હતા કંગનાએ કહ્યું કે, સમગ્ર ભારતવર્ષ માટે આ સૌભાગ્યની વાત છે કે, પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. મંડીની પુત્રીને આ તક આપીને તેણે સમગ્ર હિમાચલનું ગૌરવ વધાર્યું છે. મને આશા છે કે, મારી આ પહેલી અને છેલ્લી ચૂંટણી નહી થાય. મને ઘણી વખત નાની કાશીમાંથી નોમિનેશન ભરવાની તક મળે. હવે 4 જૂને વિજય ધ્વજ લહેરાવીએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp