Surat: પીપલોદ પાસે કંસ્ટ્રક્શનની ઓફિસમાં લાગી આગ, જુઓ વીડિયો
Fire breaks out in construction office: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આગ લાગવાની ઘટના સતત વધી રહી છે. આજે જ ચોટીલામાં એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. તાજેતરમાં જ સુરતના ભરી માતા વિસ્તારની તલ્હા બેકરીમાં આગ લાગી ગઇ હતી, જીવ બચાવવા અગાશી પર ચઢી ગયેલા લોકોને સુરક્ષિત નીચે ઉતારાવામાં આવ્યા હતા. ગયા મહિને સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પલેક્સના ચોથા માળે જિમ અને સ્પામાં વિકરાળ આગી ગઇ હતી, જેમાં મહિલાના મોત થયા હતા, જ્યારે અન્ય 3 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હવે સુરતના પીપલોદ વિસ્તારમાંથી આગની ધટના સામે આવી છે.
સુરતના પીપલોદ પાસે કંસ્ટ્રક્શન સાઈની ઓફિસમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ વેસુ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. આ ઘટનામાં કમ્પ્યુટર, ડોક્યૂમેન્ટ અને AC સહિતનો સામાન બળીને રાખ થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ કન્ટેનરમાં બનાવાયેલી ઑફિસમાં શૉર્ટસર્કિટના કારણે આગ લાગી ગઈ હતી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp