Train Accident: ટ્રેનમાં આગ લાગી, મુસાફરોએ કરી ચીસાચીસ; સુપરફાસ્ટ એક્સપ્રેસ પટનાથી મુંબઈ આવી રહ

Train Accident: ટ્રેનમાં આગ લાગી, મુસાફરોએ કરી ચીસાચીસ; સુપરફાસ્ટ એક્સપ્રેસ પટનાથી મુંબઈ આવી રહી હતી

12/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

Train Accident: ટ્રેનમાં આગ લાગી, મુસાફરોએ કરી ચીસાચીસ; સુપરફાસ્ટ એક્સપ્રેસ પટનાથી મુંબઈ આવી રહ

Patna Bandra Super Express Coach Fire: બિહારથી મુંબઈ આવી રહેલી ટ્રેન નંબર 22972 પટના-બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં અચાનક આગ લાગી ગઇ હતી, જેને જોઈને મુસાફરોએ ચીસાચીસ કરી નાખી હતી. ટ્રેનના જનરલ ડબ્બામાં આગ ફાટી નીકળી હતી અને બક્સરના તુડીગંજ રેલવે સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. જ્યારે રેલ્વે સ્ટેશનના સ્ટાફે ડબ્બામાં આગ જોઈને પાયલટને જાણ કરી હતી. પાયલોટે દાનાપુર-DDU રેલવે સેક્શનના ડુમરાંવ સ્ટેશન પર ટ્રેન રોકી હતી.


રેલવે મંત્રાલયે અકસ્માતનો રિપોર્ટ મગાવ્યો

રેલવે મંત્રાલયે અકસ્માતનો રિપોર્ટ મગાવ્યો

સ્ટેશન માસ્તરે રેલવે કંટ્રોલ રૂમ, GRP અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેમણે ઘટનાસ્થળ પર પહોંચીને કોચમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ રેલવે કર્મચારીઓએ બળી ગયેલા કોચને અલગ કર્યો અને ટ્રેનને મુંબઈ રવાના કરી હતી. આ અકસ્માત બુધવારે રાત્રે લગભગ 1:00 વાગ્યાની આસપાસ થયો હતો. ટ્રેન લગભગ 3 કલાક સ્ટેશન પર ઉભી રહી હતી. રેલવે મંત્રાલયે અકસ્માતનો રિપોર્ટ મગાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનના દરેક કોચની લગભગ 3 કલાક સુધી તપાસ કરવામાં આવી, જેથી આગ લાગવાનો કોઈ પુરાવો મળી શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top