કર્ણાટક બાદ ગુજરાતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 મહિનાનું બાળક સંક્રમિત
HMPV First Case in Gujarat: હ્યુમન મેટાપ્યૂમોવાયરસ (HMPV) ચેપ, જે ચીનમાં ફેલાઈ રહ્યો હતો, તે ભારતમાં આવી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ માહિતી આપતા કહ્યું છે કે કર્ણાટકમાં 2 HMPV સંક્રમિત જોવા મળ્યા છે. આ સિવાય ગુજરાતમાં એક 2 મહિનાના બાળકમાં પણ આ વાયરસ જોવા મળ્યો છે. બાળકને અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી. મંત્રાલયે જણાવ્યું હતું કે 3 મહિનાની બાળકી 'બ્રોન્કોપ્યૂમોનિયા'થી પીડિત હતી અને તેને બેંગ્લોરની બેપ્ટિસ્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તે HMPVથી સંક્રમિતનું જાણવા મળ્યું હતું. તેને પહેલા જ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. બ્રોન્કોપ્ન્યૂમોનિયાથી પીડિત 8 મહિનાના શિશુને 3 જાન્યુઆરીના રોજ બેપ્ટિસ્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તપાસમાં તે HMPVથી સંક્રમિત થવાની જાણ થઇ. કહેવાય છે કે બાળકની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે બંને દર્દીઓનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઇતિહાસ નથી.
મંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં તાજેતરની તૈયારીઓ દર્શાવે છે કે ભારત શ્વસન રોગોમાં કોઈપણ સંભવિત વધારાનો સામનો કરવા માટે તૈયાર છે અને જો જરૂર પડે તો જાહેર આરોગ્યના પગલાં તાત્કાલિક લાગૂ કરી શકાય છે. તો કર્ણાટક સરકારે કહ્યું છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp