દુનિયામાં પહેલીવાર ડૉક્ટરોએ માનવીનું સંપૂર્ણ Eye Transplant કર્યું, અમેરિકામાં 21 કલાક ચાલી સર્

દુનિયામાં પહેલીવાર ડૉક્ટરોએ માનવીનું સંપૂર્ણ Eye Transplant કર્યું, અમેરિકામાં 21 કલાક ચાલી સર્જરી

11/10/2023 World

SidhiKhabar

SidhiKhabar

દુનિયામાં પહેલીવાર ડૉક્ટરોએ માનવીનું સંપૂર્ણ Eye Transplant કર્યું, અમેરિકામાં 21 કલાક ચાલી સર્

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં દુનિયાનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ (Eye Transplant) કરાયું છે. ડૉક્ટર્સની ટીમે પહેલીવાર કોઈ માનવીની સંપૂર્ણ આંખોનું પ્રત્યારોપણ કર્યું હતું.



21 કલાક ચાલ્યું ઓપરેશન

આ ઓપરેશને આશરે 21 કલાક સુધી ચાલ્યું હોવાની માહિતી અપાઈ છે. ઓપરેશન બાદ દુનિયાને તેના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે પરંતુ હજુ એ ન કહી શકાય કે દર્દીની આંખની રોશની પાછી આવશે કે નહીં?


અત્યાર સુધી ફક્ત કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ જ થતું હતું

અત્યાર સુધી ફક્ત કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ જ થતું હતું

સર્જિકલ ટીમને લીડ કરી રહેલા ડૉ. એડુઆર્ડો રોડ્રિગ્ઝે કહ્યું કે સર્જરીના 6 મહિના બાદ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી આંખોનમાં સારી રીતે કામ કરતી રક્તવાહિનીઓ અને રેટિન દેખાવા લાગશે. તેના પછી જ કંઈક કહી શકાશે કે દર્દી જોઈ શકશે કે નહીં. અમને આ સર્જરી પૂરી કરતાં 21 કલાકનો સમય લાગ્યો હતો. સંપૂર્ણ આંખનું પ્રત્યારોપણ કરાયું છે. એક એક મોટું પગલે છે. જેના વિશે સદીઓથી વિચારવામાં આવી રહ્યું હતું પણ ક્યારેય સંભવ ન થયું. અત્યાર સુધી ડૉક્ટરો ફક્ત આંખનું આગામી લેયર કોર્નિયાનું જ ટ્રાન્સ્પ્લાન્ટ કરી શકાય હતા પણ હવે એક સંપૂર્ણ આંખનું પ્રત્યારોપણ થયું છે. આશા છે કે પરિણામ સકારાત્મક આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top