વિદેશમંત્રી એસ. જયશંકર વોટ આપ્યા પહોંચ્યા પરંતુ યાદીમાં નામ જ નહોતું, પછી..

વિદેશમંત્રી એસ. જયશંકર વોટ આપ્યા પહોંચ્યા પરંતુ યાદીમાં નામ જ નહોતું, પછી..

05/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

વિદેશમંત્રી એસ. જયશંકર વોટ આપ્યા પહોંચ્યા પરંતુ યાદીમાં નામ જ નહોતું, પછી..

દેશમાં 7 ચરણોમાં વોટિંગ થવાનું છે અને 4 જૂન પરિણામ આવશે. લોકસભા ચૂંટણી માટે આજે છઠ્ઠા ચરણનું વોટિંગ રહ્યું છે. આ ચરણમાં દિલ્હીમાં લોકસભાની 7 સીટો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ વોટિંગ કરવા માટે તુગલક લેનમાં આવેલી અટલ આદર્શ સ્કૂલ પર પહોંચ્યા હતા. જો કે ત્યાં લગભગ 20 મિનિટ સુધી લાઈનમાં ઉભા રહ્યા. 20 મિનિટ સુધી લાઇનમાં રાહ જોયા બાદ અધિકારીઓએ જણાવ્યું કે તેમનું નામ યાદીમાં નથી. ત્યારબાદ તેમને ખબર પડી કે તેમનું નામ મતદાર યાદીમાં નથી. જેથી તેઓ વોટિંગ કર્યા વગર જ ઘરે પરત જતા રહ્યા હતા.  તેમણે ઘરે આવીને તપાસ કરી તો ખબર પડી કે તેમનું મતદાન કેન્દ્ર અલગ હતું. ત્યારબાદ તેણે અન્ય મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.


જયશંકરને પ્રથમ પુરુષ મતદાર બનવાનું સર્ટિફિકેટ અપાયું

જયશંકરને પ્રથમ પુરુષ મતદાર બનવાનું સર્ટિફિકેટ અપાયું

આ દરમિયાન તેમણે લોકોને રેકોર્ડ સંખ્યામાં વોટિંગ કરવા અપીલ પણ કરી હતી. દિલ્હીના જિલ્લા ચૂંટણી કાર્યાલય તરફથી એસ. જયશંકરને એ મતદાન કેન્દ્ર પર પ્રથમ પુરુષ મતદાર બનવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. દિલ્હીના લોકસભા મતવિસ્તાર-04 મતદાન કેન્દ્ર નં-53 પર એસ. જયશંકર પ્રથમ પુરુષ મતદાતા હોવાથી તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જયશંકરે આ સર્ટિફિકેટ સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કર્યો છે.


58 સીટો પર આજે વોટિંગ

58 સીટો પર આજે વોટિંગ

દેશની 58 સીટો પર આજે છઠ્ઠા ચરણનું વોટિંગ થઈ રહ્યું છે, તેમાં બિહાર અને બંગાળની 8-8, દિલ્હીની 7, હરિયાણાની 10, ઝારખંડની 4, ઉત્તર પ્રદેશની 14 અને જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટો પર મતદાન થઇ રહ્યું છે. છેલ્લા ચરણનું મતદાન 1 જૂને થશે અને ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થશે. દેશની 58 બેઠકો પર આજે છઠ્ઠા ચરણમાં વોટિંગ થઈ રહ્યું છે, તેમાં બિહાર અને બંગાળની 8-8, દિલ્હીની 7, હરિયાણાની 10, ઝારખંડની 4, ઉત્તર પ્રદેશની 14 અને જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ એમ છેલ્લી બેઠકોનો સમાવેશ થાય છે. અંતિમ ચરણની ચૂંટણી 1 જૂને યોજાશે અને ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થશે.  હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે આ વખત દેશની સત્તા પર કોણ બેસે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top