‘ટ્રમ્પ સમજી ગયા, તેઓ ખોટા હતા...’, ભૂતપૂર્વ રાજદ્વારીએ ભારત પ્રત્યે અમેરિકન રાષ્ટ્રપતિના ઉદાર વલણ પર કહી દીધી મોટી વાત
ભૂતપૂર્વ રાજદ્વારી કેપી ફેબિયને કહ્યું કે, ‘એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે સમજવા લાગ્યા છે કે તેમનો શરૂઆતી અંદાજ ખોટો હતો કે ભારત 25% ટેરિફની ધમકી સામે ઝૂકશે. હવે તેમને ખ્યાલ આવી રહ્યો છે કે તેઓ ખોટા હતા. અમે બધા સાથે મિત્રતા કરવા અને વેપાર કરવા માગીએ છીએ, પરંતુ ભારત કોઈની હૂકુમત નહીં માને.’
ટ્રમ્પે ભારત પાસેથી રશિયન તેલ ખરીદવા પર વધારાનો 25% ટેરિફ લાદ્યો હતો, જેથી કુલ ટેરિફ 50% થઇ ગયો, પરંતુ અમેરિકાને તેનાથી ઇચ્છિત પરિણામ મળ્યું નથી. ફેબિયને કહ્યું કે, આ રણનીતિ ભારતને નમવા માટે મજબૂર કરી શકતી નથી. તેમણે તેને ‘ટ્રમ્પ-અપ ટ્રમ્પ ટેરિફ’ ગણાવ્યું, જેનો અર્થ છે કે ટેરિફ કોઈ પણ આધાર વિના લાદવામાં આવ્યો હતો.
#WATCH | Delhi: Former diplomat KP Fabian says,"... It is clear that President Trump has started to realise that his original and initial expectation that India would surrender when he threatened India with 25% tariffs. Now he has started to realise that he was wrong... We want… pic.twitter.com/hWN358u3MU — ANI (@ANI) September 7, 2025
#WATCH | Delhi: Former diplomat KP Fabian says,"... It is clear that President Trump has started to realise that his original and initial expectation that India would surrender when he threatened India with 25% tariffs. Now he has started to realise that he was wrong... We want… pic.twitter.com/hWN358u3MU
તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ‘ખૂબ જ ખાસ સંબંધ’ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની અંગત મિત્રતાને પણ મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. મોદીએ પણ જવાબ આપ્યો હતો કે આ લાગણી સંપૂર્ણપણે પારસપારિક છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, ‘ભારત સાથે કોઈ મોટી સમસ્યા નથી, માત્ર ક્યારેક-ક્યારેક મતભેદો હોય છે.’
હાલ માટે ટેરિફ 50% પર છે. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની વાટાઘાટો પણ અટકી ગઈ છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કૃષિ અને અન્ય મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં અમેરિકન કંપનીઓના પ્રવેશને નકારવાનું ચાલુ રાખશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp