હેમંત સોરેને સુપ્રીમ કોર્ટથી પાછી લીધી અરજી, શું હતું કારણ? કપિલ સિબ્બલે જણાવ્યું

હેમંત સોરેને સુપ્રીમ કોર્ટથી પાછી લીધી અરજી, શું હતું કારણ? કપિલ સિબ્બલે જણાવ્યું

04/02/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

હેમંત સોરેને સુપ્રીમ કોર્ટથી પાછી લીધી અરજી, શું હતું કારણ? કપિલ સિબ્બલે જણાવ્યું

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભાના બજેટ સત્રમાં ભાગ લેવા માટે હાઇ કોર્ટ પાસે મંજૂરી માંગી હતી. હાઇ કોર્ટે 28 ફેબ્રુઆરીએ તેમને વિધાનસભાના બજેટ સત્રમાં ભાગ લેવાની મંજૂરી આપવાનો ઇનકારી કરતાં અરજી ફગાવી દીધી હતી. હાઇ કોર્ટના આ આદેશ વિરુદ્ધ હેમંત સોરેન સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સોમવારે સુપ્રીમ કોર્ટમાં તેમની અરજીની સુનાવણી થવાની હતી તો હેમંત સોરેનના વકીલે તેનું કારણ બતાવ્યું છે.


કેમ અરજી પાછી લીધી

કેમ અરજી પાછી લીધી

સોમવારે ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનની પીઠ સમક્ષ સુનાવણી માટે હેમંત સોરેનની અરજીની રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન હેમંત સોરેન તરફથી વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે, તેમને અરજી પાછી લેવાની મંજૂરી આપવામાં આવે કેમ કે બજેટ સત્ર 2 માર્ચે જ સમાપ્ત થઈ ગયું. હું આ અરજીને પાછી લેવા માગું છું. જો કે, અરજીમાં ઉઠાવવામાં આવેલા કાયદાના પ્રશ્ન પર સુનાવણી કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે તેમને અરજી પાછી લેવાની મંજૂરી આપી અને કહ્યું કે, કાયદાનો પ્રશ્ન સુનાવણી માટે છોડી દેવામાં આવે.


EDએ 31 જાન્યુઆરીએ સોરેનની કરી હતી ધરપકડ

EDએ 31 જાન્યુઆરીએ સોરેનની કરી હતી ધરપકડ

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 31 જાન્યુઆરીના રોજ મની લોન્ડ્રિંગના એક કેસમાં સોરેનની ધરપકડ કરી હતી. હેમંત સોરેન અત્યારે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. રાંચીની એક સ્પેશિયલ કોર્ટે 22 જાન્યુઆરીએ હેમંત સોરેનને વિધાનસભા સત્રમાં ભાગ લેવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતી. આ અગાઉ હાઇ કોર્ટે ઝારખંડમાં સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને 5 ફેબ્રુઆરીએ વિધાનસભામાં વિશ્વાસમતમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી હતી. હેમંત સોરેન વિરુદ્ધ મની લોન્ડ્રિંગના તથા કથિત આરોપ પર ગેરકાયદેસર અચલ સંપત્તિ રાખવા અને ભૂ-માફિયા સાથે કથિત સંબંધ રાખવા સાથે જોડાયેલો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top