નુપુર શર્મા અંગે આપેલી સુપ્રીમ કોર્ટની ટીપ્પણી પર પૂર્વ જજ અને અધિકારીઓ ગુસ્સે; CJIને પત્ર લખી

નુપુર શર્મા અંગે આપેલી સુપ્રીમ કોર્ટની ટીપ્પણી પર પૂર્વ જજ અને અધિકારીઓ ગુસ્સે; CJIને પત્ર લખી કરી આ માંગ

07/05/2022 National

SidhiKhabar

SidhiKhabar

નુપુર શર્મા અંગે આપેલી સુપ્રીમ કોર્ટની ટીપ્પણી પર પૂર્વ જજ અને અધિકારીઓ ગુસ્સે; CJIને પત્ર લખી

નેશનલ ડેસ્ક : નુપુર શર્મા કેસમાં સુનાવણી મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વિવાદ વધી રહ્યો છે. કોર્ટની ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર વિરોધ થયો હતો, હવે દેશના પૂર્વ જજો અને અધિકારીઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે એક માધ્યમ તરીકે સોશિયલ મીડિયા નહીં પણ પત્ર પસંદ કર્યો. તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.


સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટિપ્પણીથી નારાજ પૂર્વ જજો અને અધિકારીઓએ CJI NV રમનાને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખાને વટાવી દીધી છે અને કોર્ટે નુપુરના કેસમાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જોઈએ. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જસ્ટિસ સૂર્યકાંત ત્રિપાઠીના અવલોકનો અને આદેશો પાછા ખેંચવાનો નિર્દેશ આપવામાં આવે. આ પત્રમાં 15 નિવૃત્ત ન્યાયાધીશો, 77 નિવૃત્ત અમલદારો અને 25 નિવૃત્ત લશ્કરી અધિકારીઓના હસ્તાક્ષર પણ છે.


દેશની સુરક્ષા પર ગંભીર અસર થઈ શકે છે

દેશની સુરક્ષા પર ગંભીર અસર થઈ શકે છે

ચીફ જસ્ટિસને મોકલવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, "ન્યાયતંત્રના ઈતિહાસમાં આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી ક્યારેય થઈ નથી. આ સૌથી મોટી લોકશાહીની ન્યાય પ્રણાલી પર એક ધબ્બા સમાન છે. જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે, કારણ કે તે લોકશાહી મૂલ્યો અને દેશની સુરક્ષા પર ગંભીર અસર થઈ શકે છે. આ ટિપ્પણીઓને કેસ સાથે કોઈ લેવાદેવા નથી."


"પરેશાન કરનારી" ગણાવી

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ નુપુર શર્માની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે નૂપુર શર્માની ટિપ્પણીને "પરેશાન કરનારી" ગણાવી હતી. તેણે કહ્યું હતું કે તેને આવી ટિપ્પણી કરવાની શું જરૂર છે? જ્યારે નૂપુરના વકીલે કહ્યું કે તે પોતાની ટિપ્પણી બદલ માફી માંગે છે અને નિવેદન પાછું ખેંચી લે છે. તેના પર કોર્ટે કહ્યું કે તેણે ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top