પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના Ex CMનું 92 વર્ષની વયે નિધન, જાણો કેવી રહી તેમની રાજકીય સફર

પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના Ex CMનું 92 વર્ષની વયે નિધન, જાણો કેવી રહી તેમની રાજકીય સફર

12/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના Ex CMનું 92 વર્ષની વયે નિધન, જાણો કેવી રહી તેમની રાજકીય સફર

Former Karnataka CM SM Krishna passes away: મંગળવારની સવાર એક માઠા સમાચાર લઈને આવી છે. દેશના પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ. કૃષ્ણા હવે આ દુનિયામાં નથી રહ્યા. રાત્રે 2:45 કલાકે તેમણે બેંગલોરમાં અંતિમ શ્વાસ લીધા હતા. એસ.એમ. કૃષ્ણાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. 92 વર્ષના કૃષ્ણાનું તેમના નિવાસસ્થાને અવસાન થયું. તો ચાલો જાણીએ તેમના વિશે વિગતવાર.


માંડ્યાથી અપક્ષ ધારાસભ્ય બન્યા

માંડ્યાથી અપક્ષ ધારાસભ્ય બન્યા

1 મે ​​1932ના રોજ કર્ણાટકના માંડ્યા સ્થિત સોમનહલ્લી ગામમાં, જન્મેલા એસ.એમ. કૃષ્ણાનું પૂરું નામ સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણ હતું. તેમણે મૈસૂરથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારબાદ તેઓ કાયદાનો અભ્યાસ કરવા બેંગ્લોર ગયા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1962ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં, તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા અને માંડ્યામાંથી ધારાસભ્ય તરીકે જીત્યા. તેમણે  વર્ષ 1964માં લગ્ન કર્યા હતા.


એસ.એમ. કૃષ્ણની રાજકીય સફર

એસ.એમ. કૃષ્ણની રાજકીય સફર

એસ.એમ. કૃષ્ણાની રાજકીય સફર ખૂબ લાંબી હતી. કર્ણાટકના ધારાસભ્ય બન્યા બાદ, તેઓ કર્ણાટક વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા, ત્યારબાદ તેઓ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી બન્યા અને બાદમાં તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એસ.એમ. કૃષ્ણા લોકસભા અને રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. કર્ણાટક બાદ તેઓ કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ્યા અને ત્યાં પણ પોતાના નામનો ઝંડો લહેરાવવામાં પાછળ ન રહ્યા.

એસ.એમ. કૃષ્ણા વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ થયા હતા. વર્ષ 1983-84 સુધી તેમને કેન્દ્રીય ઉદ્યોગ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. તેઓ વર્ષ 1984-1985 સુધી કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી હતા. ત્યારબાદ એસ.એમ. કૃષ્ણાએ ફરીથી રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો. વર્ષ 1999માં તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વર્ષ 2004 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા. ત્યારબાદ એસ.એમ. કૃષ્ણાને વિદેશ મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો. મનમોહન સિંહ સરકારમાં તેઓ વર્ષ 2004- વર્ષ 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top