Video: મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન, દેશે રાજ્ય સન્માન અને આંખમાં આંસુ સાથે છેલ્લી વિદાય આપી
Manmohan Singh: પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ પહેલા કોંગ્રેસ કાર્યાલયથી નિગમ બોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર અગાઉ લગભગ એક કલાક સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો. અહીં કોંગ્રેસના કાર્યકરોની સાથે સામાન્ય જનતાએ પણ તેમને અંતિમ દર્શન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp