ભાજપ શાસિત રાજ્યમાં સરકારી શાળાઓમાં 4 લાખ નકલી એડમિશન, CBIએ નોંધ્યો કેસ

ભાજપ શાસિત રાજ્યમાં સરકારી શાળાઓમાં 4 લાખ નકલી એડમિશન, CBIએ નોંધ્યો કેસ

06/29/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભાજપ શાસિત રાજ્યમાં સરકારી શાળાઓમાં 4 લાખ નકલી એડમિશન, CBIએ નોંધ્યો કેસ

હરિયાણાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફેક એડમિશનનો મામલો સામે આવ્યો છે. CBIએ તેને લઈને શિક્ષણ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2014-16 વચ્ચે હરિયાણાની સરકારી શાળાઓમાં 4 લાખ વિદ્યાર્થીઓનું નકલી એડમિશન કરાવવામાં આવ્યું. સાથે જ આ નકલી વિદ્યાર્થીઓના નામ પર હેરાફેરી કરવાનો પણ આરોપ છે.


NEET-UG પેપર લીક કેસમાં પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ

આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે CBINEET-UG પેપર લીક કેસ (NEET Paper Leak Case)માં મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ શુક્રવારે ઝારખંડના હજારીબાગમાં સ્થિત શાળાના પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઓએસિસ શાળાના પ્રિન્સિપાલ એહસાનુલ હકને NTA તરફથી 5 મેના રોજ આયોજિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માટે હજારીબાગના નગર સમન્વયક બનાવવામાં આવ્યા હતા.


ધર્મેન્દ્ર પ્રધાનને હરિયાણાના ચૂંટણી પ્રભારી બનાવાયા

ધર્મેન્દ્ર પ્રધાનને હરિયાણાના ચૂંટણી પ્રભારી બનાવાયા

તેમણે જણાવ્યું કે, વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમે NTAના નિરીક્ષક અને ઓએસિસ શાળાના કેન્દ્ર સમન્વયક બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હાલમાં જ હરિયાણા માટે ભાજપના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ અવસર પર તેમણે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી બાદ હરિયાણામાં ફરી એક વખત ગરીબ, ખેડૂત, વંચિત વર્ગો અને સામાન્ય લોકોની સરકાર સત્તામાં આવશે. તેમને પાર્ટીના કાર્યકર્તાઓને તૈયારીમાં લાગી જવા કહ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top