Sandhya Theatre Stampede Case: નાસભાગ કેસમાં અલ્લૂ અર્જૂનને પોલીસની નવી નોટિસ, ઇજાગ્રસ્ત બાળકને મળવા માટે આ નિયમનું પાલન કરવું પડશે
Allu Arjun Gets New Notice: પુષ્પા 2ના એક્ટર અલ્લૂ અર્જૂનની મુશ્કેલીઓ ઓછી થઇ રહી નથી. અભિનેતાને ફરી એકવાર પોલીસ તરફથી નોટિસ મળી છે. આ નોટિસ અનુસાર, અલ્લૂ અર્જૂને સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં ઇજાગ્રસ્ત બાળકને મળવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. પોલીસે અભિનેતાને અપીલ કરી છે કે જો તે બાળકને મળવા જાય તો તેની મીટિંગ ગોપનીય રાખે.
ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયને પોતાના એક્સ એકાઉન્ટ પર અલ્લૂ અર્જૂનને પોલીસે મોકલેલી નોટિસ શેર કરી છે. તેમણે લખ્યું કે,- 'સૂચિત કરવામાં આવે છે કે 05/01/2025ના રોજ સવારે 10:30 વાગ્યે KIMS હૉસ્પિટલ, સિકંદરાબાદમાં તમારી મુલાકાત માટે રામગોપાલપેટ અને ઉત્તર ઝોન પોલીસે તમામ વ્યવસ્થા કરી હતી, સૂચના મળ્યા બાદ તમે પરિસરની અંદર અને બહાર સાર્વજનિક વ્યવસ્થા અને પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ શરતોનું પાલન કરશો.
નોટિસમાં આગળ લખવામાં આવ્યું છે- 'છેલ્લી ક્ષણે, અમને તમારા મેનેજમેન્ટ તરફથી માહિતી મળી કે તમે નાસભાગના પીડિત, જે KIMSમાં સારવાર લઇ રહ્યા છે અને સગીરના પિતાને જોવા માટે તમારી મુલાકાત રદ કરી રહ્યા છો. આ પુનરોચ્ચાર કરવા માટે છે કે અમે સગીર પીડિતને જોવા માટે એક કલાકની અંદર KIMS, સિકંદરાબાદની તમારી મુલાકાત માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ.
BREAKING: Fresh notice from Police👮🏻 department to Allu Arjun in sandhya theatre stampede victim visit pic.twitter.com/02gfpmg2Wb — Manobala Vijayabalan (@ManobalaV) January 6, 2025
BREAKING: Fresh notice from Police👮🏻 department to Allu Arjun in sandhya theatre stampede victim visit pic.twitter.com/02gfpmg2Wb
અલ્લૂ અર્જૂનને વિનંતી કરતા, પોલીસે નોટિસમાં આગળ લખ્યું કે- 'અમે તમને મુલાકાતને ગુપ્ત રાખવાની અપીલ કરીએ છીએ, જેથી હૉસ્પિટલ અને તેની આસપાસ જાહેર વ્યવસ્થા જાળવી શકાય. સમગ્ર મુલાકાત દરમિયાન રામગોપાલપેટ પોલીસ તમારી સાથે રહેશે અને સુનિશ્ચિત કરશે કે શાંતિ જળવાઈ રહે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp