ભારતીય ટીમના હેડ કોચ બનવાને લઈને ગૌતમ ગંભીરે તોડ્યું મૌન, બોલ્યા- ભારતીય ટીમને કોચિંગ..

ભારતીય ટીમના હેડ કોચ બનવાને લઈને ગૌતમ ગંભીરે તોડ્યું મૌન, બોલ્યા- ભારતીય ટીમને કોચિંગ..

06/03/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારતીય ટીમના હેડ કોચ બનવાને લઈને ગૌતમ ગંભીરે તોડ્યું મૌન, બોલ્યા- ભારતીય ટીમને કોચિંગ..

T20 વર્લ્ડ કપ સાથે જ ભરતી ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નવા હેડ કોચની શોધ શરૂ કરી દીધી છે. BCCIએ 13 મેના રોજ નવા હેડ કોચ માટે અરજી મગાવી હતી. તો અરજી કરવાની છેલ્લી તારીખ 27 મેં હતી. રિપોર્ટ્સ મુજબ પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું નામ હેડ કોચની રેસમાં સૌથી આગળ છે. ગંભીરની મેન્ટરશીપમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ IPL 2024ની ટ્રોફી જીતી હતી. મેચ બાદ ગંભીર અને BCCI સચિવ જય શાહ વચ્ચે વાતચીત થઈ. કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરનું નામ ફાઇનલ છે અને BCCI તરફથી સત્તાવાર તેની જાહેરાત થઈ શકે છે.


ભારતીય ટીમને કોચિંગ આપવાથી મોટું સન્માન કોઈ નથી: ગંભીર

ભારતીય ટીમને કોચિંગ આપવાથી મોટું સન્માન કોઈ નથી: ગંભીર

હવે ગંભીરે પણ હેડ કોચને લઈને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. તેમણે કહ્યું કે, ભારતીય ટીમને કોચિંગ આપવાથી મોટું સન્માન કોઈ નથી. ગંભીરે અબુ ધાબીમાં એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે, હું ભારતીય ટીમને કોચિંગ આપવાનું પસંદ કરીશ. પોતાની રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાથી મોટું સન્માન કોઈ નથી.  તમે 140 કરોડ ભારતીય અને દુનિયાભરના લોકોનું પ્રતિનિધિત્વ કરો છો, તો એ તેનાથી મોટું કેવી રીતે હોય શકે છે. હું ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ નહીં કરું, એ 140 કરોડ ભારતીય છે જે ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરશે.


ગંભીરનું શાનદાર ઇન્ટરનેશનલ કરિયર:

ગંભીરનું શાનદાર ઇન્ટરનેશનલ કરિયર:

ગંભીરે વર્ષ 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધું હતું. તેમના ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેમણે 58 ટેસ્ટ, 147 વન-ડે અને 37 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેમણે ક્રમશઃ 4154, 5238 અને 932 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં મળીને તેમના નામે કુલ 20 સદી અને 63 અડધી સદી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top