મુખમાં EVM અને બંધારણ, હેન્ડબેગથી આપી રહ્યા છે બાંગ્લાદેશ-પેલેસ્ટાઇન પર નિવેદન; સમજો પ્રિયંકાની રાજનીતિ
Priyanka Gandhi: સંસદના વર્તમાન સત્રમાં રાજકારણના અનેક રંગો જોવા મળી રહ્યા છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંધારણની 75મી વર્ષગાંઠ પર ચર્ચા કરી રહ્યા છે. તો, વાયનાડથી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચેલા પ્રિયંકા ગાંધી વાડ્રાના નવા અંદાજથી દરેક હેરાન છે. જ્યાં કોંગ્રેસ પાર્ટી EVM અને બંધારણને મુદ્દો બનાવી રહી છે.
તો પ્રિયંકા ગાંધી બોલ્યા વિના શાંતિ અને એકતાનો સંદેશ આપી રહ્યા છે. સોમવારે પ્રિયંકા ગાંધી ખભા પર પેલેસ્ટાઇન લખેલી બેગ લઇને સંસદમાં પહોંચ્યા ત્યારે ભાજપે તેમના પર જોરદાર પ્રહારો કર્યા હતા. તો, પ્રિયંકા પોતાની હેન્ડ બેગ પર બાંગ્લાદેશ લખીને મંગળવારે સંસદ ભવન પહોંચીને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. પ્રિયંકા હિન્દુ અને મુસ્લિમ બંનેને એકસાથે સાધવાની રાજનીતિ કરી રહ્યા છે.
પ્રિયંકા ગાંધી સોમવારે જ્યારે પેલેસ્ટાઇન લખેલી હેન્ડ બેગ લઇને સંસદ ભવન પહોંચ્યા ત્યારે ભાજપના સાંસદ સંબિત પાત્રાએ હોબાળોગા કર્યો હતો. પાત્રાએ કહ્યું કે, ગાંધી પરિવાર હંમેશાં તુષ્ટિકરણની બેગ લાવે છે. તુષ્ટિકરણની બેગ પણ ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કારણ છે. કારણ કે, છેલ્લા કેટલાક મહિનામાં ઇઝરાયેલના હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલા માટે પ્રિયંકાએ બેગ પર લખ્યું હતું 'પેલેસ્ટાઇન આઝાદ થશે'.
પ્રિયંકાએ તેની હેન્ડબેગ પર શાંતિનું પ્રતિક સફેદ કબૂતર અને તરબૂચ પણ બનાવી રાખ્યું હતું, જે પેલેસ્ટિનિયન એકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે જૂનમાં પ્રિયંકાએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ટીકા કરી હતી. વાયનાડથી ચૂંટણી જીત્યા બાદ પ્રિયંકા દિલ્હી આવ્યા ત્યારે પેલેસ્ટાઇન એમ્બેસીના ઇન્ચાર્જ અબેદ અલરાજેગ અબૂ જાજર પ્રિયંકા ગાંધીને મળ્યા અને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મંગળવારે પ્રિયંકાએ પોતાની હેન્ડબેગ પર બાંગ્લાદેશ લખીને બીજેપી સાંસદ સંબિત પાત્રાના આરોપોને ફગાવી દીધા હતા. સંસદમાં પણ તેમણે બાંગ્લાદેશી હિંદુઓ પર થતા અત્યાચાર પર ભારત સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. પ્રિયંક ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતને બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ થાય એવું જોઇએ.
એકંદરે પ્રિયંકા ગાંધીએ સોમવારે પેલેસ્ટાઇનને સમર્થન આપીને મુસ્લિમ વોટબેંકને સાધી. તો, મંગળવારે તેમણે બાંગ્લાદેશી હિંદુઓ પરના અત્યાચારનો વિરોધ કર્યો અને બતાવવાનો પ્રયાસ કર્યો કે જ્યાં પણ અત્યાચાર થશે ત્યાં તેઓ ઊભા રહેશે. ભલે પાર્ટી લાઇનની બહાર જ કેમ ન જવું પડે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp