PhD કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, UGCએ કર્યા નિયમોમાં બદલાવ, હવે માત્ર એક નેટની પરિક્ષા..., જાણો વિગતે
PhD Admissionને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ PhD પ્રવેશમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે જુદી-જુદી પરીક્ષાના બદલે એક જ પરીક્ષા આપવી પડશે. NET ક્વોલિફાય વિદ્યાર્થી Ph.Dમાં એડમિશન મેળવી શકાશે. 578 બેઠક બાદ કમિટીએ આપેલા સૂચનના પછી આ નિર્ણય લેવાયો છે. અગાઉ દરેક યુનિવર્સિટી Ph.D પ્રવેશ માટે પરીક્ષા લેતી હતી, જે હવે નહિ આપવી પડે.
UGCએ આ નિર્ણય માટે કમિટીની નિમણૂંક કરી હતી. યુજીસીની કાઉન્સિલ બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત પીએચડીના એડમિશનના નવા નિયમને મંજૂરી આપવામા આવી છે. જે મુજબ NET પરીક્ષા પાસ કરી NET લાયકાત ધરાવતા ઉમેદવારોને જૂન 2024થી ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવશે.
નવા નિયમો અનુસાર NET પરીક્ષામાં જે ઉમેદવારો પર્સેન્ટાઈલ વધારે હશે. તેને કેટેગરી 1માં રાખવામાં આવશે. તે ઉમેદવાર જેઆરએફ, સહાયક પ્રોફેસરની સાથે પીએચડી એડમિશન તથા ફેલોશિપ માટે યોગ્ય ગણવામાં આવશે. ઉચ્ચ ટકાવારી ધરાવતા ઉમેદવારોએ માત્ર પીએચડીમાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે.
મધ્યમ પર્સેન્ટાઇલ ધરાવતા ઉમેદવારોને કેટેગરી 2 હેઠળ રાખવામાં આવશે, જેઓ મદદનીશ પ્રોફેસર અને PhDમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. આ પછી NET પરીક્ષામાં સૌથી ઓછા પર્સન્ટાઇલ મેળવનારા ઉમેદવારો આવે છે. તેઓને કેટેગરી 3માં રાખવામાં આવશે અને માત્ર Phdમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. પરિણામના પ્રમાણપત્રમાં ઉમેદવારની કેટેગરી આપવામા આવશે.
PhDમાં પ્રવેશ માટે NET પરીક્ષામાં લાયકાત મેળવનારા ઉમેદવારોના NET પર્સેન્ટાઇલને 70 ટકા અને ઇન્ટરવ્યૂને 30 ટકા વેઇટેજ આપવામાં આવશે. અને કેટેગરી 2 અને કેટેગરી 3 આ બંનેમાં આવતા ઉમેદવારોનો NET સ્કોર માત્ર એક વર્ષ માટે માન્ય રહેશે. જો તે આ સમયગાળા દરમિયાન PhDમાં એડમિશન લઈ નથી શકતા. તો પછી Phdમાં પ્રવેશ માટે ઉમેદવારે ફરીથી નેટ પરીક્ષા પાસ કરવી પડશે.
From the academic session 2024-2025, all universities can use NET score for admission to PhD programmes in place of entrance tests conducted by the different universities/HEIs. NTA is working on launching the NET application process for June 2024 session sometime next week:… pic.twitter.com/o57k2AJnKM — ANI (@ANI) March 27, 2024
From the academic session 2024-2025, all universities can use NET score for admission to PhD programmes in place of entrance tests conducted by the different universities/HEIs. NTA is working on launching the NET application process for June 2024 session sometime next week:… pic.twitter.com/o57k2AJnKM
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp