હવે IDBI બેન્કનું પણ ખાનગીકરણ થશે, શેરના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો

હવે IDBI બેન્કનું પણ ખાનગીકરણ થશે, શેરના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો

05/06/2021 Business

SidhiKhabar

SidhiKhabar

હવે IDBI બેન્કનું પણ ખાનગીકરણ થશે, શેરના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો

નવી દિલ્હી : અત્યાર સુધીમાં સરકાર અનેક રાષ્ટ્રીયકૃત બેન્કો અને સંસ્થાઓનું ખાનગીકરણ કરી ચૂકી છે. હવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (આઈડીબીઆઈ) નું પણ ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. સરકાર પોતાના વિનિવેશના લક્ષ્ય ઉપર આગળ વધી રહી છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે આઈડીબીઆઈ બેન્કના રણનીતિક વિનિવેશને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત એલઆઈસી પણ આઈડીબીઆઈ બેન્કમાંથી પોતાની ભાગીદારી ઓછી કરી નાખશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આર્થિક મામલાઓની મંત્રીમંડળની સમિતિએ ભાગ લીધો હતો. બેઠકમાં બેન્કના રણનીતિક વિનિવેશ (ડીસઇન્વેસ્ટમેન્ટ) ઉપરાંત બેન્કના મેનેજમેન્ટ કંટ્રોલનું પણ હસ્તાંતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આઈડીબીઆઈ બેન્કમાં હાલ સરકારનો 45.48 ટકા અને જીવન વીમા નીગમ (એલઆઈસી)નો 49.24 ટકા હિસ્સો છે. આ રીતે સરકારની કુલ હિસ્સેદારી 94 ટકા જેટલી છે. કોણ કેટલી હિસ્સેદારી વેચશે તેનો નિર્ણય બેન્કના પુનર્ગઠન સમયે લેવામાં આવશે.

એલઆઈસી બોર્ડે પણ એક પ્રસ્તાવ પસાર કરીને આઈડીબીઆઈ બેન્કમાંથી પોતાની હિસ્સેદારી ઓછી કરવાનું નક્કી કર્યું છે. બોર્ડે કહ્યું હતું કે, બેન્કમાં એલઆઈસીનું શેરહોલ્ડિંગ ઘટાડવાનું કામ તે સરકારના રણનીતિક વિનિવેશ કાર્યક્રમની સાથે સાથે કરી શકે છે. સાથે જ બોર્ડે શેરની કિંમતો, બજારનું વલણ અને વીમા ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આઈડીબીઆઈ બેન્કનો મેનેજમેન્ટ કંટ્રોલ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં એલઆઈસી જ આઈડીબીઆઈનું મેનેજમેન્ટ સંભાળે છે.

સરકારે એવી આશા વ્યક્ત કરી છે કે, આઈડીબીઆઈ બેન્કમાં રોકાણ કરનાર રણનીતિક મૂડીરોકાણ અને ટેક્નોલોજીમાં રોકાણ કરશે. સાથે જ સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ પ્રોસેસ પણ અપનાવશે જેથી બેન્કની બિઝનેસ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થઈ શકે. સરકારને આશા છે કે નવો ખરીદદાર એલઆઈસીની કે રાજકોષ (ટ્રેઝરી)ની મદદ વગર બેન્કનું સંચાલન કરી શકશે. સરકાર વિનિવેશની રકમનો ઉપયોગ જનકલ્યાણ માટે કરવા માગે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top