મુખ્યમંત્રી બઘેલના રાજમાં મસ્જિદની સામે ભગવાન શિવનું પોસ્ટર ફાડી આગ લગાડી, વીડિયો વાયરલ થતાં હિ

મુખ્યમંત્રી બઘેલના રાજમાં મસ્જિદની સામે ભગવાન શિવનું પોસ્ટર ફાડી આગ લગાડી, વીડિયો વાયરલ થતાં હિન્દુઓ વિફર્યા

03/11/2023 National

SidhiKhabar

SidhiKhabar

મુખ્યમંત્રી બઘેલના રાજમાં મસ્જિદની સામે ભગવાન શિવનું પોસ્ટર ફાડી આગ લગાડી, વીડિયો વાયરલ થતાં હિ

છત્તીસગઢની રાજધાની રાયપુરથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કથિત રીતે મુસ્લિમ સમુદાયના કેટલાક યુવકોએ પહેલા મસ્જિદની સામે ભગવાન શિવનું પોસ્ટર ફાડી નાખ્યું અને પછી તેને સળગાવી દીધું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ શુક્રવારે સેંકડો જમણેરી હિંદુ જૂથોએ વિરોધ કર્યો હતો અને પોલીસને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.

આ સમગ્ર ઘટના ગુઢિયારી વિસ્તારની જણાવવામાં આવી રહી છે. અહીં રામ નગર વિસ્તારમાં હોળીની પૂર્વ સંધ્યાએ કેટલાક લોકો મસ્જિદની બહાર ભેગા થયા હતા અને ભગવાન શિવના પોસ્ટરને ફાડીને આગ લગાવી દીધી હતી. પોલીસને ઘટનાની જાણકારી મળતા જ વિસ્તારમાં ભારે ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. રાયપુર પોલીસે આ કેસમાં અડધા ડઝનથી વધુ લોકોની કથિત રીતે અટકાયત કરી હતી.

આ બાબતની માહિતી આપતાં અધિક પોલીસ અધિક્ષક (પશ્ચિમ) ડી.સી. પટેલે જણાવ્યું હતું કે, હોળીની પૂર્વ સંધ્યાએ, અજાણ્યા બદમાશોએ કથિત રીતે ભગવાન શિવનું પોસ્ટર ફાડી નાખ્યું હતું અને બાદમાં તેને આગ લગાવી દીધી હતી. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. ડીસી પટેલે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

એએસપી પટેલે જણાવ્યું હતું કે, આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને બદમાશોની તાત્કાલિક ધરપકડની માંગણી કરી હતી. જેના પગલે, કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે વરિષ્ઠ અધિકારીઓની આગેવાની હેઠળ પૂરતો પોલીસ દળ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને સાવચેતીના પગલા તરીકે વિસ્તારમાં પોલીસ દળની તૈનાતી ચાલુ રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top