ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : જાણો કયા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : જાણો કયા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા

07/31/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : જાણો કયા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા

ગાંધીનગર: આજે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 સાયન્સની જેમ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ 100 ટકા જેટલું આવ્યું છે. જોકે, સમગ્ર રાજ્યમાંથી પ્રમાણમાં ઓછા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 9495 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. પરિણામમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધોરણ 12 ના જાહેર થયેલા પરિણામ મુજબ C1 ગ્રેડ મેળવનારા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. જેમાં 1 લાખ 29 હજાર 299 વિદ્યાર્થીઓ છે. C2 ગ્રેડ મેળવનારા 1 લાખ 8 હજાર 299 વિદ્યાર્થીઓ છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આ પરિણામ ધોરણ 10 ના 50 ટકા, ધોરણ 11 ના 25 ટકા અને ધોરણ 12 ની શાળાની પરીક્ષાના 25 ટકાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

કયા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ?

ગ્રેડ

વિદ્યાર્થીઓ

A1

691

A2

9,455

B1

35,288

B2

82,010

C1

1,29,781

C2

1,08,299

D

28,690

E1

5,885

E2

28

 

કુલ 4,00,127 ઉમેદવારો નોંધાયા હતા જેમાંથી તમામ ઉમેદવારો પાસ થયા છે. જેથી ઈતિહાસમાં પ્રથમ વખત પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ C1 ગ્રેડમાં જ્યારે સૌથી ઓછા E2 ગ્રેડમાં છે.

પરિણામ માત્ર શાળાઓ જ જોઈ શકશે. સ્કુલ ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરી શાળાઓ પરિણામ જોઇને વિદ્યાર્થીઓને માર્કશીટની પ્રિન્ટ કાઢીને આપવામાં આવશે. હાલ કાચી માર્કશીટ આપવામાં આવી રહી છે ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા ઓરિજિનલ માર્કશીટ વિદ્યાર્થીઓને અપાશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top