Gujarat Election : કેજરીવાલનો ભાજપ પર મોટો પ્રહાર,કહ્યું -'બાપ રે! આટલો ડર, આ ડર AAPનો નહિ પરંત

Gujarat Election : કેજરીવાલનો ભાજપ પર મોટો પ્રહાર,કહ્યું -'બાપ રે! આટલો ડર, આ ડર AAPનો નહિ પરંતુ.....'

10/06/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election : કેજરીવાલનો ભાજપ પર મોટો પ્રહાર,કહ્યું -'બાપ રે! આટલો ડર, આ ડર AAPનો નહિ પરંત

ગુજરાત ડેસ્ક : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કારણ કે, આ વખતે પરંપરાગત પક્ષો તરીકે ઓળખાતા ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી એટલે કે દિલ્હીથી ઉભરી આવેલી AAP પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે. તાજેતરમાં ભાજપે તેના કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને ગુજરાત પ્રચાર માટે જવાની જવાબદારી સોંપી છે. ત્યારે કેજરીવાલ દ્વારા તેના પર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપને ટોણો માર્યો છે કે, 'બાપ રે! આટલો ડર લાગે છે?' BJPને AAPનો નહિ પરંતુ જનતાનો ડર...'


તારીખો જાહેર કરી નથી

તારીખો જાહેર કરી નથી

ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચે હજુ સુધી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાનની તારીખો જાહેર કરી નથી. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર સુધીમાં યોજાઈ શકે છે. ગુજરાતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય ઘર્ષણ ઉગ્ર બન્યું છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપની આગેવાની હેઠળની ગુજરાત સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ પર કટાક્ષ કર્યો છે કે ભાજપ ડરી ગઈ છે.


ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા

ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા

કેજરીવાલે ગુરુવારે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે - 'ગુજરાતના દરેક જિલ્લામાં બીજેપીના એક કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રીને કામે લગાડવાના સમાચાર છે. બાપ રે! આટલો ડર?' આ ટ્વીટમાં તેણે આગળ લખ્યું - 'આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ગુજરાતના લોકોનો ડર છે જેઓ ભાજપથી ખૂબ નારાજ હતા અને હવે ઝડપથી “આમ આદમી પાર્ટી”માં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસાદિયાએ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાના અરવિંદ કેજરીવાલને લખેલા પત્ર પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું કે જો ભાજપે ગાંધીજી-શાસ્ત્રીજીના બતાવેલા માર્ગ પર શાળાઓ બનાવી હોત તો સારું થાત, ખેડૂતો માટે કંઈક કર્યું હોત.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top