ગુજરાત સરકારે પાછો લીધો મેડિકલ કૉલેજોમાં ફીસ વધારવાનો નિર્ણય

ગુજરાત સરકારે પાછો લીધો મેડિકલ કૉલેજોમાં ફીસ વધારવાનો નિર્ણય

07/16/2024 Education

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત સરકારે પાછો લીધો મેડિકલ કૉલેજોમાં ફીસ વધારવાનો નિર્ણય

સરકારે ગુજરાતની મેડિકલ કૉલેજોમાં વધેલી ફીસને ઘટાડવાનો નિર્ણય લીધો છે. ગયા મહિને ગુજરાત સરકારે મેડિકલની સરકારી કોટાની સીટની ફીસ 3.30 લાખ રૂપિયાથી વધારીને 5.50 લાખ રૂપિયા કરી હતી. તો મેનેજમેન્ટ કોટાની સીટોની ફીસ 9.75 લાખ રૂપિયાથી વધારીને 17 લાખ રૂપિયા કરી હતી. વિદ્યાર્થી સંગઠનો અને નેશનલ મેડિકલ ઑફિશિયલના વિરોધ બાદ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં વધેલી ફીસમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.


80 ટકા ફિસ વધારવાનો લેવાયો હતો નિર્ણય:

80 ટકા ફિસ વધારવાનો લેવાયો હતો નિર્ણય:

ગુજરાતમાં GMERS હેઠળ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, પાટણ, ગોધરા, વલસાડ, નવસારી, જૂનાગઢ સહિત કુલ 13 મેડિકલ કૉલેજ છે. 15 જૂને સરકારે નિર્ણય લીધો હતો કે તેમની ફીસ 80 ટકા વધારવામાં આવે. ત્યારબાદ જ ભારે વધારાથી વાલી એસોસિએશનમાં આક્રોશ હતો. ફીસ વધારવાના આ નિર્ણયને લઈને વાલી અને પેરેન્ટ્સ એસોસિએશન સોસાયટીએ નારાજગી વ્યક્ત કરી છે. તેઓ માગ કરી રહ્યા હતા કે આ ફીસને ઓછી કરવામાં આવે ,જેથી મિડલ કે લોઅર મિડલ ક્લાસના વિદ્યાર્થી પણ પોતાનું ડૉક્ટર બનવાનું સપનું પૂરી કરી શકે. આ કૉલેજના સ્ટેટ કોટામાં 1500, ઓલ ઈન્ડિયા કોટામાં 75, મેનેજમેન્ટ કોટામાં 210 અને NRI કોટામાં 315 સીટ ઉપલબ્ધ છે.


ગયા વર્ષે પણ ફીસ વધરાનો નિર્ણય પાછો લેવાયો હતો:

ગયા વર્ષે પણ ફીસ વધરાનો નિર્ણય પાછો લેવાયો હતો:

GMERS હેઠળ 13 મેડિકલ કૉલેજમાં ફીસ વધારાનો નિર્ણય સરકારે ગયા વર્ષે પણ લીધો હતો, પરંતુ એ સમયે પેરેન્ટ્સ એસોસિએશનના વિરોધના કારણે સરકારે પોતાનો નિર્ણય પરત લીધો હતો. હવે આ વખત MBBSના એડમિશન અગાઉ પહેલા જ GMERS કૉલેજની ફીસ વધી ગઈ હતી. પેરેન્ટ્સ એસોસિએશનનું કહેવું છે કે, સરકારના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓના મેડિકલ શિક્ષણ પ્રાપ્ત કરવાની આશા ખતમ થઈ રહી છે, જેમની પાસે 1 કરોડ રૂપિયા છે. એજ મેનેજમેન્ટ કોટામાં ભણી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top