વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય : ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો

વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય : ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો

11/27/2021 Education

SidhiKhabar

SidhiKhabar

વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય : ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો

ગાંધીનગર: વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરતા રાજ્ય સરકારે પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી અને 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવાની જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાણકારી આપી છે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું કે આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફાયદો થશે. સરકારે નિર્ણય પાછળનું કારણ જણાવતા કહ્યું કે NEET અને JEE જેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શકે, દેશના અન્ય વિદ્યાર્થીઓ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરી શકે અને ઉજ્જવળ કારકિર્દી માટે સાનૂકૂળ વાતાવરણ મળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


સરકારના નિર્ણય અનુસાર, ધોરણ 9,10, 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 30 હેતુલક્ષી પ્રશ્નો અને 70 વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. નોંધનીય છે કે આ માળખું પહેલા 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 80 વર્ણનાત્મક પ્રશ્નોનું હતું. જે હવે બદલાય ગયું છે. 

જોકે, આ નિર્ણય ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહને લાગુ પડતો નથી. ધોરણ 12 માં અગાઉની જેમ જ 50 OMR અને 50 વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. 

સરકારે જણાવ્યું છે કે, ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા કુલ 29,75,285 વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ થશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top