‘ગુજરાત હાઇ કોર્ટમાં બોમ્બ છે..’, ધમકી ભરેલા E-mailથી અમદાવાદમાં હાહાકાર

‘ગુજરાત હાઇ કોર્ટમાં બોમ્બ છે..’, ધમકી ભરેલા E-mailથી અમદાવાદમાં હાહાકાર

06/09/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

‘ગુજરાત હાઇ કોર્ટમાં બોમ્બ છે..’, ધમકી ભરેલા E-mailથી અમદાવાદમાં હાહાકાર

ગુજરાત હાઈ કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ સર્જાયો છે. અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ખબર મળતા જ પોલીસ અને પ્રશાસન એલર્ટ થઈ ગયા છે. ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી E-mail દ્વારા મોકલવામાં આવી હતી. ગુજરાત પોલીસ E-mailનું લોકેશન ટ્રેસનો પ્રયાસ કરી રહી છે.


ડેપ્યુટી પોલીસ કમિશનરે માહિતી આપી

ડેપ્યુટી પોલીસ કમિશનરે માહિતી આપી

અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર સૈફીન હસને આ વાતની પુષ્ટિ કરી છે. સૈફીન હસને કહ્યું કે, હાઈકોર્ટમાં બોમ્બ હોવાની માહિતી E-mail દ્વારા મળી છે. સફિન હસને જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટને એક ધમકી ભરેલો E-mail મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે અમે સાંજે હાઇકોર્ટના પ્રિમાઇસિસમાં બ્લાસ્ટ કરવાના છીએ એટલે ત્યાંના તમામ લોકોને તાત્કાલિક હટાવી દેવા, જેની જાણ કરવામાં આવી હતી એટલે પોલીસ કમિશનરે હાઇકોર્ટની મુલાકાત લીધી હતી. હાઇકોર્ટના અધિકારીઓ અને પોલીસ તથા કલેક્ટરના અધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ હતી. આ E-mailને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે લંચ બાદ કાર્યવાહી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.


હાઈકોર્ટ કરવામાં આવી બંધ

હાઈકોર્ટ કરવામાં આવી બંધ

બોમ્બની ધમકી મળતા જ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે લંચ બાદની તમામ કાર્યવાહી મુલતવી રાખી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટ તાત્કાલિક બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવીને શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટમાં પહોંચી ગઈ હતી. ગેટ નંબર-5 હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top