યૌન ઉત્પીડનને લઇને ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો

યૌન ઉત્પીડનને લઇને ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો

07/17/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

યૌન ઉત્પીડનને લઇને ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો

કોઇ અજાણી મહિલા પાસે તેનું નામ, સરનામું અને મોબાઇલ નંબર પૂછવું ખોટું હોઇ શકે છે, પરંતુ તે યૌન ઉત્પીડન નથી. ગુજરાત હાઇ કોર્ટે યૌન ઉત્પીડનના કેસમાં આ ટિપ્પણી કરી છે. ગાંધીનગરના સમીર રોય નામના એક વ્યક્તિ પર એક મહિલાએ IPCની કલમ 354A હેઠળ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. મહિલાએ 26 એપ્રિલે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં રોય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


રોયે આરોપ લગાવ્યો પોલીસે તેની સાથે મારામારી કરી

રોયે આરોપ લગાવ્યો પોલીસે તેની સાથે મારામારી કરી

તેણે રોય પર આરોપ લગાવ્યો હતો કે,  તેણે તેનું નામ, સરનામું અને મોબાઇલ નંબર પૂછ્યો હતો. રોયે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેમની સામે નોંધાયેલી FIR  પોલીસ અત્યાચારનો બદલો લેવાનું કાવતરું છે. રોયે આરોપ લગાવ્યો કે 25 એપ્રિલે પોલીસે તેની સાથે મારામારી કરી અને તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો. પોલીસે તેના મોબાઇલમાંથી કેટલાક ડેટા પણ ડીલિટ કરી દીધા. ત્યારબાદ તેમણે પોલીસ સામે ફરિયાદ નોંધાવી.


FIR નોંધાવવી ઉચિત નથી

રોયને 9 મેના રોજ ખબર પડી કે તેની સામે યૌન ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો છે. તેની વિરુદ્વ FIR એજ દિવસે નોંધાઇ હતી, જે દિવસે તેના પર કથિત મારામારી કરવામાં આવી હતી. જસ્ટિસ નિરજાર દેસાઇએ રોય પર યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરવા પર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ દેસાઇએ કહ્યું કે જો કોઇ પૂછે કે તમારો નંબર શું છે તો તે અપમાનજનક હોઇ શકે છે, પરંતુ તેના માટે FIR નોંધવીને ઉચિત કર્યું નથી. શું એ કોઇ પ્રકારની ખોટી મંશા દર્શાવે છે?


કોર્ટે કરી આ ટિપ્પણી

કોર્ટે કરી આ ટિપ્પણી

કોર્ટે વધુમાં કહ્યું કે તેમાં કોઇ શંકા નથી કે અરજદાર દ્વારા અનુચિત કાર્ય હોઇ શકે છે, પરંતુ IPCની કલમ 354ને વાંચવામાં આવે, તો એ યૌન ઉત્પીડન અને યૌન ઉત્પીડન માટે સજા સાથે સંબંધમાં છે. નોંધાયેલી FIRમાં, IPCની કલમ 354A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એટલે જો પ્રથમ દૃષ્ટિએ ભલે FIR સાચી માનવામાં આવે, પરંતુ અરજદાર દ્વારા અજાણી મહિલાનું નામ, સરનામું વગેરે પૂછવાની કાર્યને એક અનુચિક કાર્ય કહી શકાય છે. પરંતુ આ કોર્ટના પ્રથમ દૃષ્ટિના અવલોકન મુજબ, FIRમાં ઉલ્લેખિત તથ્યોને જોતા યૌન ઉત્પીડન થતુ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top