Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલ કાંડ કેસમાં તપાસનો રેલો ગાંધીનગરના આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો, એકની ધરપકડ
Khyati Hospital Scandal: ગુજરાતનો બહુચર્ચિત અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના આયુષ્યમાન કાર્ડ સ્કેમ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, અને આ કાંડમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખ્યાતિ હૉસ્પિટલમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીઓના મોત થઇ ગયા હતા, ત્યારબાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. અને ત્યારબાદ આખો સ્કેમ બહાર આવ્યો હતો. અત્યાર અત્યાર સુધી ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં થોડા દિવસ અગાઉ જ 1500 રૂપિયામાં તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કાઢી અપાતો હોવાનો ખુલાસો થયો હતો. હવે આ કાંડના તપાસનો રેલો ગાંધીનગરના આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારીની ધરપકડ કરી છે. તેણે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ અપ્રૂવ કર્યા હતા.
ક્રાઈમ બ્રાંચ દ્વારા ગાંધીનગર આરોગ્ય વિભાગના અધિકારી મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેનું 10 દિવસ અગાઉ પકડાયેલી નકલી PMJAY કાર્ડ બનાવતી ગેંગ સાથેનું કનેક્શન બહાર આવ્યું છે. મિલાપ પટેલ વર્ષ 2017 થી કરાર પર કામ કરતો હતો. આમ તો અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડામાં મોટા માથાઓ હજુ પોલીસ પકડથી બહાર છે. પોલીસની કામગીરીને લઈ લોકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp