અતિભારે વરસાદની આગાહી; 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ગુજરાતના આ જિલ્લાઓમાં...

અતિભારે વરસાદની આગાહી; 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ગુજરાતના આ જિલ્લાઓમાં...

07/12/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અતિભારે વરસાદની આગાહી; 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ગુજરાતના આ જિલ્લાઓમાં...

હવામાન વિભાગની આગાહી અનુસાર  આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

 

ત્યારે નર્મદા, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

તેમજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 


માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ જામનગર, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરત, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર, પાટણ, મોરબી, અમરેલી સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top