પોરબંદરમાં જાણે આભ ફાટ્યું! સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા! દ્વારકા, ભાણવડ સહિત ઠેર ઠેર વરસાદનો પ્

પોરબંદરમાં જાણે આભ ફાટ્યું! સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા! દ્વારકા, ભાણવડ સહિત ઠેર ઠેર વરસાદનો પ્રકોપ!

07/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પોરબંદરમાં જાણે આભ ફાટ્યું! સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા! દ્વારકા, ભાણવડ સહિત ઠેર ઠેર વરસાદનો પ્

Porbandar heavy rain:   હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ગત રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલ ધોધમાર વરસાદ હાલ પણ સમગ્ર દ્વારકા જિલ્લાને તરબૂડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ગત રાત્રે કલ્યાણપુર પંથક 2 કલાકમાં 6 ઇંચ વરસાદ સાથે હાલ સુધી 14 ઇંચ જેટલો પડ્યો છે. ખંભાળિયા પંથકમાં 7 ઇંચ, દ્વારકા અને ભાણવડ પંથકમાં 5થી 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદરમાં રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.


કલ્યાણપુર પંથકના રાવલ ગામમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ  જોવા મળી હતી. તો ભાટિયા - ભોગાત, લીંમડી - દ્વારકા, કલ્યાણપુર-હર્ષદ, પાનેલી-હરીપર વચ્ચેના માર્ગ પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ ખંભાળિયા તાલુકામાં આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો તો સલાયા અને ખંભાળિયા ગામમાં નીચાણ વારા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં, તો સલાયા-બારાને જોડતો માર્ગ બંધ થયો હતો,

ભાણવડ પંથકમાં વરસાદના પગલે સતસાગર ડેમ ઓવર ફલો થયો જેના પગલે ફ્લકુ નદી માં પુર આવતા ભાણવડની બજારોમાં પુર જેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. બીજી ભાટિયાની બજારમાં પણ નદી સમાન પાણી જોવા મળ્યા હતા, તો જિલ્લાના મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાયાં હતાં. જેનાથી પાક માં નુકશાની ભીતિ સેવાય રહી હતી.


પોરબંદરમાં જાણે આભ ફાટ્યું

પોરબંદરમાં જાણે આભ ફાટ્યું

પોરબંદર જિલ્લામાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પોરબંદરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકતા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. પોરબંદરમાં રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરનો એમ.જી રોડ બેટમાં ફેરવાયો છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે. અતિભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. પોરબંદર શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. અનેક સ્થળે હોર્ડિંગ્સ થયા ધરાશાયી થયા છે. તો પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top