‘ગૌરવ ગોગોઇને ISIએ કર્યા ઇનવાઇટ, ટ્રેનિંગ માટે..’, આસામના CM હિમંત બિસ્વા સારમાનો મોટો દાવો

‘ગૌરવ ગોગોઇને ISIએ કર્યા ઇનવાઇટ, ટ્રેનિંગ માટે..’, આસામના CM હિમંત બિસ્વા સારમાનો મોટો દાવો

05/19/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

‘ગૌરવ ગોગોઇને ISIએ કર્યા ઇનવાઇટ, ટ્રેનિંગ માટે..’, આસામના CM હિમંત બિસ્વા સારમાનો મોટો દાવો

Himanta Biswa Sarma on Gaurav Gogoi: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ વચ્ચે સોશિયલ મીડિયા પર તીખી નિવેદનબાજી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી શર્માએ ગૌરવ ગોગોઈ પર પાકિસ્તાન સરકારના ગૃહ મંત્રાલય અને ISIના આમંત્રણ પર પાકિસ્તાનની મુલાકાત લેવાનો અને ત્યાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તો, ગોગોઈએ આ આરોપોને ધરમૂળથી નકારતા મુખ્યમંત્રીના ‘માનસિક સ્વાસ્થ્યને લઈને ગંભીર સવાલ ઉભા કરતા કહ્યું કે, મુખ્યમંત્રી જે સ્ક્રિપ્ટ પર ચાલી રહ્યા છે તે B ગ્રેડ ફિલ્મ કરતા પણ ખરાબ છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે, ‘હું સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું કે આસામના સાંસદ ગૌરવ ગોગોઈએ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના આમંત્રણ પર ત્યાં ઘણા દિવસો વિતાવ્યા હતા. અમે આ મુલાકાત અને તેની સાથે સંબંધિત ગતિવિધિઓની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. અમારી પાસે તેના દસ્તાવેજી પુરાવા પણ છે."


આસામના મુખ્યમંત્રીએ કહ્યું- 10 સપ્ટેમ્બર સુધીમાં પુરાવા રજૂ કરીશું

આસામના મુખ્યમંત્રીએ કહ્યું- 10 સપ્ટેમ્બર સુધીમાં પુરાવા રજૂ કરીશું

આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘પુરાવા 10 સપ્ટેમ્બર સુધીમાં જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. ગૌરવ ગોગોઈએ પર્યટન માટે નહીં, પરંતુ ટ્રેનિંગ માટે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ એક મહત્ત્વપૂર્ણ અને ખતરનાક વાત છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ગૃહ મંત્રાલય તરફથી સીધું આમંત્રણ મળવું એ સાબિત કરે છે કે ગોગોઈ પાકિસ્તાન સાથે નજીકથી સંકળાયેલા હતા.

આ આરોપનો જવાબ આપતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, ‘મને મુખ્યમંત્રીના માનસિક સ્વાસ્થ્યની ચિંતા છે. હું છેલ્લા 13 વર્ષથી તેમના નિશાના પર છું અને હંમેશાં પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. તેમનું તાજેતરનું નિવેદન ગાંડપણની હદ સુધી વ્યર્થ છે. અમે 2026 બાદ તેમના ભલાઈ માટે કામ કરીશું.


મુખ્યમંત્રી કોઈ નક્કર તથ્યો રજૂ કરી શકશે કે કેમ તે અંગે શંકા: ગૌરવ ગોગોઈ

મુખ્યમંત્રી કોઈ નક્કર તથ્યો રજૂ કરી શકશે કે કેમ તે અંગે શંકા: ગૌરવ ગોગોઈ

ગૌરવ ગોગોઈએ કહ્યું કે, મુખ્યમંત્રીએ પાયાવિહોણા આરોપો લગાવવાને બદલે આસામની નબળી આર્થિક સ્થિતિ અને રાજકીય સંરક્ષણ હેઠળ ચાલી રહેલા કોલસા-ડ્રગ માફિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મુખ્યમંત્રી જે કહી રહ્યા છે તેમાંથી 99 ટકા બકવાસ છે. તેમણે તથ્યો સાર્વજનિક કરવા જોઈએ અને સપ્ટેમ્બરની કાલ્પનિક સમયમર્યાદા પાછળ છુપાવાનું બંધ કરવું જોઈએ. મને શંકા છે કે મુખ્યમંત્રી સપ્ટેમ્બરમાં પણ કોઈ નક્કર હકીકતો રજૂ કરી શકશે કે નહીં.’

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, ‘મુખ્યમંત્રી જે સ્ક્રિપ્ટ પર ચાલી રહ્યા છે તે B ગ્રેડ ફિલ્મ કરતાં પણ ખરાબ છે. એવું કહેવાય છે કે એક જૂઠ્ઠાણું છુપાવવા માટે વ્યક્તિને અસંખ્ય જૂઠ્ઠાણા બોલવા પડે છે. મુખ્યમંત્રી બરાબર એજ કરી રહ્યા છે. તેઓ કોઈ તથ્યો આપી રહ્યા નથી અને માત્ર IT સેલના ટ્રોલ જેવું વર્તન કરી રહ્યા છે. મુખ્યમંત્રીને ટ્રોલ ન કરવા જોઈએ. જો તેમની પાસે તેમના તાજેતરના આરોપને સમર્થન આપવા માટે કોઈ તથ્યો હોય, તો તેમણે તેસાર્વજનિક રૂપે બતાવી દેવું જોઈએ. આ નાટક લાંબા સમય સુધી છુપાવી નહીં શકાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top