BREAKING: અમેરિકામાં વિમાન ક્રેશ થવાની વધુ એક દુર્ઘટના, જુઓ વીડિયો
Plane Crash Rocks Pennsylvania: અમેરિકામાં પ્લેન ક્રેશ થવાની ઘટનાઓની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. એક બાદ એક પ્લેન ક્રેશ થઇ રહ્યા. હવે વધુ એક વખત અમેરિકામાં વિમાન ક્રેશ થયું છે. જમીન સાથે ટકરાતા વિમાનમાં ધમાકો થયો અને આગ લાગી ગઈ. આગની ભીષણ જ્વાળાઓએ વિસ્તારના વૃક્ષોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા. ટક્કરનો અવાજ સાંભળતા જ લોકો દોડી આવ્યા અને તેમણે કાળો ધુમાડો જોયો તો તેમના હોશ ઉડી ગયા. ધુમાડાને કારણે ઘણા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી હતી.
તાત્કાલિક પોલીસને આ અકસ્માતની જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે વિમાનમાં એક જ પરિવારના 5 સભ્યો હતા, પરંતુ તેઓ જીવિત છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં સવાર પાંચેય લોકોને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એક ઘરના પાર્કિંગ વિસ્તારમાં થયેલા વિમાન દુર્ઘટનાના ભયાનક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વિશાળ જ્વાળાઓ અને કાળો ધુમાડો જોઈ શકાય છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, વિમાન દુર્ઘટના લેન્કેસ્ટર એરપોર્ટ નજીક પેન્સિલવેનિયાના મેનહેમ ટાઉનશીપમાં થઈ હતી. 9 માર્ચે ભારતીય સમય મુજબ બપોરે 3:18 વાગ્યે થયેલા અકસ્માત બાદ હાઇવે નંબર 501 બંધ કરી દેવામાં આવ્યો હતો. ફેરવ્યૂ ડ્રાઇવ અને મેડોવ્યૂ કોર્ટમાં વિમાનને આગમાં સળગતું જોવા માટે ભીડ એકઠી થઈ હતી. વિમાનના પાછળના ભાગ સહિતનો કાટમાળ પાર્કિંગમાં પાર્ક કરેલી કાર વચ્ચે પડ્યો હતો, જેના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
BREAKING: **”Shocking Plane Crash Rocks Pennsylvania: Ambulances Race to Save Lives in Fiery Chaos!"**A light aircraft crashed into a residential area in Manheim Township, Pennsylvania, near Lancaster Airport today, March 9, 2025, sparking a massive emergency response. Medics… pic.twitter.com/SnkKIiWfW4 — Mila Joy (@MilaLovesJoe) March 9, 2025
BREAKING: **”Shocking Plane Crash Rocks Pennsylvania: Ambulances Race to Save Lives in Fiery Chaos!"**A light aircraft crashed into a residential area in Manheim Township, Pennsylvania, near Lancaster Airport today, March 9, 2025, sparking a massive emergency response. Medics… pic.twitter.com/SnkKIiWfW4
મેનહાઇમ ટાઉનશીપ ફાયર ચીફ સ્કોટ લિટલે જણાવ્યું હતું કે, વિમાન સિંગલ-એન્જિન બીચક્રાફ્ટ બોનાન્ઝા હતું, જે મેનહાઇમ ટાઉનશીપમાં બ્રધરેન વિલેજ રિટાયરમેન્ટ કોમ્યુનિટી સેન્ટર નજીક ક્રેશ થયું. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિમાનનો કાટમાળ આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાથી ઘેરાયેલો જોવા મળ્યો છે. ફાયર બ્રિગેડ અને ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. FAA ટીમે પુરાવા એકત્રિત કર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp