Gujarat: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 3ના મોત; 20 ઇજાગ્રસ્ત
Road Accident in Banaskantha: નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સૂઇગામમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુઇગામમાં રોંગ સાઇડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારી દેતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર 20 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા અને 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ બસ જામનગરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. ત્યારબાદ, ટેન્કર સાથે જોરદાર અથડામણના કારણે, તે સોનેથ ગામ નજીક ભારત માળા હાઇવે પર અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને 108 માર્ફતે ભાભર, થરાદ સહિતની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં દાખલ કરાયા હતા.
મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા સુઇગામ, ભાભર અને વાવ થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ પૂરી રીતે નષ્ટ થઈ ગઈ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp