સતીશ કૌશિક પોતાના પરિવાર માટે છોડી ગયા કરોડો રૂપિયા! જ્યારે એક્ટરે કહ્યું : 'માત્ર કોમેડિયન તરી

સતીશ કૌશિક પોતાના પરિવાર માટે છોડી ગયા કરોડો રૂપિયા! જ્યારે એક્ટરે કહ્યું : 'માત્ર કોમેડિયન તરીકે ઓળખાવા સામે મને વાંધો છે'

03/09/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

સતીશ કૌશિક પોતાના પરિવાર માટે છોડી ગયા કરોડો રૂપિયા! જ્યારે એક્ટરે કહ્યું : 'માત્ર કોમેડિયન તરી

Satish Kaushik sory : સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા, એ માનવું એમના ચાહકો માટે અત્યંત મુશ્કેલીભર્યું છે. સતીશનું શબ્ ગુરુગ્રામની ફોર્ટીસ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું છે. ત્યાંથી આજે એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કારઅર્થે મુંબઈ લાવવામાં આવશે. હજી એક દિવસ પહેલા તો સતીશ કૌશિકના બીજા બોલીવુડ સ્ટાર્સ સાથે ધૂળેટી રમતા ફોટોઝ વાઈરલ થયા હતા. અને પછી અચાનક સતીશના મૃત્યુના સમાચાર આવતા બોલીવુડ સ્ટાર્સ પણ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. 2023ના વર્ષમાં બોલીવુડ માટે આ સૌથી મોટો આઘાત છે. નાના મોટા દરેક સ્ટાર્સ હાલમાં સોશિયલ મીડિયા ઉપર સતીશ કૌશિકને અંજલિ આપી રહ્યા છે.


સતીશ કૌશિકે 7 માર્ચે કરી હતી આવી ટ્વિટ

સતીશ કૌશિકે 7 માર્ચે કરી હતી આવી ટ્વિટ

7 માર્ચે જુહુની જાનકી કુટિર ખાતે સતીશ કૌશિક ફિલ્મ જગતના બીજા સ્ટાર્સ સાથે હોળી રમવા ગયા હતા. એ પછી રાત્રે સાડા અગિયારે એમણે સ્ટાર્સ સાથે હોળી રમતા ફોટોઝ ટ્વિટર પર પોસ્ટ કર્યા હતા. આ ફોટોઝમાં તેઓ જાવેદ અખ્તર, મહિમા ચૌધરી, અલી ફઝલ, રીચા ચઢ્ઢા વગેરે સાથે હોળી રમતા દેખાય છે. ચાહકો હાલમાં ટ્વિટ ઉપર આ પોસ્ટ શોધીને એના પર શ્રધ્ધાંજલિઓ વરસાવી રહ્યા છે. આશિષ વિદ્યાર્થી જેવા કલાકારો પણ એમાં સામેલ છે.


"મને કોમેડિયન તરીકે ઓળખાવું પસંદ નથી"

1983થી ફિલ્મ એક્ટિંગમાં પદાર્પણ કરનાર સતીશ કૌશિકની એ જ વર્ષે ચાર ફિલ્મો રજૂ થઇ હતી, જેમાં એમણે સાઈડ રોલ્સ કરેલા. પણ એ તમામ ફિલ્મો પ્રસિદ્ધિ પામી અને સતીશ કૌશિકના કામની પણ નોંધ લેવાઈ. આ ચાર ફિલ્મો હતી : 'જાને ભી દો યારોં', 'વો સાત દિન', માસૂમ' અને 'મંડી'. જો કે સતીશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવવામાં થયા, તો એનો શ્રેય એમની કોમેડીને જાય છે. "જાને ભી દો યારોં" જેવી કોમેડી ફિલ્માં બીજા અનેક કલાકારો વચ્ચે સતીશ કૌશિકે દર્શકોનું ધ્યાન ખેંચેલું. એ સિવાય બ્લોક બસ્ટર ફિલ્મ 'મિ. ઇન્ડિયા'માં સતીશ કૌશિકે ભજવેલું 'કેલેન્ડર'નું કોમિક પાત્ર પણ ખાસ્સું લોકપ્રિય નીવડેલું.

પરંતુ સતીશે એક મીડિયા હાઉસને આપેલ મુલ્કાતમાં કહેલું કે તેમણે માત્ર કોમેડિયન તરીકે ઓળખાવાનું પસંદ નથી. કોઈ પણ અભિનેતા માત્ર અભિનેતા જ હોય છે. એને કોમેડિયનનું લેબલ લગાડવાની જરૂર નથી હોતી. સતીશ કૌશિકે કેટલાક નોંધપાત્ર કેરેક્ટર રોલ્સ પણ ભજવ્યા છે


કેટલી સંપત્તિ મૂકી ગયા છે સતીશ કૌશિક?

કેટલી સંપત્તિ મૂકી ગયા છે સતીશ કૌશિક?

સતીશ કૌશિકના પરિવારમાં એમની પત્ની શશી કૌશિક અને પુત્રી વંશિકા છે. લગભગ ચાર દાયકા લાંબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેરિયર દરમિયાન સતીશે 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને 10 જેટલી ફિલ્મોમાં દિગ્દર્શન પણ કર્યું છે. સતીશ પોતાની પાછળ કરોડોની સંપત્તિ છોડી ગયા હોવાનું મનાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સતીશ 40 કરોડ રૂપિયાની સંપતિ ધરાવતા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top