‘જો બળજબરીથી કોઈ મહિલાના કપડા ઉતારવામાં આવશે, તો...’ અલાહાબાદ હાઈકોર્ટે આ મામલે શું ચુકાદો આપ્ય

‘જો બળજબરીથી કોઈ મહિલાના કપડા ઉતારવામાં આવશે, તો...’ અલાહાબાદ હાઈકોર્ટે આ મામલે શું ચુકાદો આપ્યો? જાણો

07/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘જો બળજબરીથી કોઈ મહિલાના કપડા ઉતારવામાં આવશે, તો...’ અલાહાબાદ હાઈકોર્ટે આ મામલે શું ચુકાદો આપ્ય

Allahabad high court: ગત શુક્રવારે અલાહાબાદ હાઈકોર્ટે આશરે 21 વર્ષ જુના એક કેસમાં ચુકાદો આપ્યો હતો. સ્ત્રીઓ ઉપર થતા જાતીય હુમલાઓ બદલ કાનૂની કાર્યવાહી બાબતે આ ચુકાદાને કારણે થોડી વધુ સ્પષ્ટતા એવું માનવામાં આવી રહ્યું છે. ઘણી વાર બળાત્કાર ના થયો હોય, તો પણ નવા ચુકાદા મુજબ આરોપી સામે કડક હાથે કામ લઇ શકાશે. આ માટે અલાહાબાદ હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલ જૂના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો.


2004માં આરોપીએ મહિલાને બંધક બનાવીને બળજબરીથી એના કપડા...

2004માં આરોપીએ મહિલાને બંધક બનાવીને બળજબરીથી એના કપડા...

આ કેસ 2004નો છે, જ્યારે આરોપી પ્રદીપ કુમારે એક મહિલાનું બળજબરીથી અપહરણ કર્યું હતું અને તેને લગભગ 20 દિવસ સુધી એક સંબંધીના ઘરમાં બંધક બનાવી રાખી હતી. આ સમય દરમિયાન તેણે મહિલાના કપડાં કાઢીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પીડિતાના પ્રતિકારને કારણે તે તેના ઈરાદામાં સફળ થઈ શક્યો ન હતો.

હાઈકોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષે સાબિત કર્યું છે કે આરોપીએ પીડિતાનું અપહરણ કર્યું હતું, તેને એક જગ્યાએ બંધક બનાવીને રાખવામાં આવી હતી અને તેની અસ્મિતાને  નુકસાન પહોંચાડીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, "પીડિતાએ સ્પષ્ટપણે કહ્યું કે આરોપીએ 'ખોટું' કર્યું છે અને તેના કપડાં ઉતારી નાખ્યા છે. જોકે, તેણીએ પ્રતિકાર કર્યો હતો તેથી તે તેના પર બળાત્કાર કરી શક્યો નહીં."


કોર્ટે ચુકાદામાં કહ્યું કે...

કોર્ટે ચુકાદામાં કહ્યું કે...

કોર્ટે તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જૂના નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો આરોપીનો ઈરાદો પીડિતાના કપડાં ઉતારીને બળાત્કાર કરવાનો હોય તો તે બળાત્કારના પ્રયાસની કેટેગરીમાં આવે છે પછી ભલે તે તેના ઈરાદામાં સફળ ન થયો હોય.

આરોપીના વકીલે દલીલ કરી હતી કે FIR મોડેથી દાખલ કરવામાં આવી હતી, જે કેસને નબળો પાડે છે. પરંતુ હાઈકોર્ટે તેને ફગાવી દેતા કહ્યું હતું કે "પીડિતા અને તેના પરિવારે FIR દાખલ કરવામાં વિલંબ માટે યોગ્ય કારણો આપ્યા છે અને આવા કિસ્સાઓમાં જ્યારે ફરિયાદ પક્ષ પોતાનો કેસ સંપૂર્ણપણે સાબિત કરે છે ત્યારે વિલંબ ન્યાયના માર્ગમાં અવરોધ બનતો નથી."

આરોપીએ એવો પણ દાવો કર્યો હતો કે તેનો પીડિતા સાથે અગાઉથી સંબંધ હતો અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે કહ્યું હતું કે, "આરોપી કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યો નહીં. તેણે રજૂ કરેલા પત્રોને પીડિતાએ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેથી ખોટા આરોપનો દાવો સાબિત થઈ શક્યો નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top