Festival in Gujarat : ફરી ખેલૈયાઓ માટે મોટા સમાચાર: ગરબા અને લાઉડસ્પીકર અંગે ફરી લેવાયો મોટો નિ

Festival in Gujarat : ફરી ખેલૈયાઓ માટે મોટા સમાચાર: ગરબા અને લાઉડસ્પીકર અંગે ફરી લેવાયો મોટો નિર્ણય

09/22/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Festival in Gujarat : ફરી ખેલૈયાઓ માટે મોટા સમાચાર: ગરબા અને લાઉડસ્પીકર અંગે ફરી લેવાયો મોટો નિ

ગુજરાત ડેસ્ક : કોરોના મહામારીના બે વર્ષ બાદ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા જ ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રિની મધરાત 12 સુધી ગરબા રમવાની મંજૂરી આપી છે. આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. જેમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની છૂટ છે.


રાત્રીના 10 થી 12 વાગ્યા સુધી

રાત્રીના 10 થી 12 વાગ્યા સુધી

રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રિ અને દશેરા દરમિયાન રાત્રિના સમયે લાઉડ સ્પીકર વગાડવાના સમય અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટને જારી કરાયેલા પરિપત્ર મુજબ નવરાત્રિના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો અવાજ વગાડી શકાશે.


12 વાગ્યા સુધી રમઝટ બોલાશે

12 વાગ્યા સુધી રમઝટ બોલાશે

એટલું જ નહીં દશેરાના દિવસે પણ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. જો કે, પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ સૂચના મુજબ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસ 100 મીટર અથવા તેનાથી વધુ વિસ્તારને સાયલન્સ ઝોન જાહેર કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે આગામી 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાનો તહેવાર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top