પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ, જાણો કેવી રીતે થાય છે નોમિનેશન અને કોણ નક્કી કરે છે?
Former Pakistan PM Imran Khan nominated for Nobel Peace Prize: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું નામ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. ઈમરાન ખાનનું નામ શાંતિના ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. દક્ષિણ એશિયામાં શાંતિને પ્રોત્સાહન આપવે, લોકશાહી અને માનવાધિકાર માટે તેમના કાર્યો માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ઈમરાન ખાન ભ્રષ્ટાચારના કેસમાં વર્ષ 2022થી પાકિસ્તાનની જેલમાં છે. એવામાં સવાલ એ થાય છે કે, નોબેલ પુરસ્કાર માટે લોકોને કોણ નોમિનેટ કરે છે? તેની પસંદગી પ્રક્રિયા શું છે? આ વર્ષે કેટલા લોકોનું નોમિનેશન કરવામાં આવ્યું છે? ચાલો જાણીએ આ સવાલોના જવાબ.
નોબેલ પુરસ્કાર 2025 માટે નોમિનેશનની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. નોબેલ પુરસ્કાર એનાયત કરનારી સંસ્થાએ કહ્યું છે કે આ વખતે 338 લોકોનું નોમિનેશન થયું છે, જેમાંથી 244 વ્યક્તિઓ અને 94 સંસ્થાઓ છે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નોંધણીમાં વધારો થયો છે. વર્ષ 2024માં 286 લોકો નોમિનેશન થયા હતા. સૌથી વધુ નોમિનેશન વર્ષ 2016માં મળ્યા હતા. આ વર્ષે 376 નોમિનેશન મળ્યા હતા. સંગઠન દ્વારા નોમિનેટ કરાયેલા તમામ નામોને ગુપ્ત રાખવામાં આવે છે અને આગામી 50 વર્ષ સુધી સાર્વજનિક કરવામાં આવતા નથી.
નોબેલ પુરસ્કાર માટે નોમિનેશનની પ્રક્રિયા સપ્ટેમ્બરથી શરૂ થાય છે. નોબેલ પુરસ્કાર માટે નોમિનેશન માત્ર એ જ વ્યક્તિ દ્વારા કરી શકાય છે જે તેના માપદંડને પૂર્ણ કરતા હોય. નોમિનેશન પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહે છે, ત્યારબાદ કોઈ નામાંકન સ્વીકારવામાં આવતું નથી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, નોર્વેજીયન નોબેલ સમિતિ ફેબ્રુઆરીથી માર્ચ સુધી લોકોના નામોને શોર્ટલિસ્ટ કરીને એક યાદી તૈયાર કરે છે. આ યાદી માર્ચથી ઓગસ્ટ દરમિયાન સલાહકાર સમીક્ષા માટે મોકલવામાં આવે છે. સલાહકાર સમીક્ષા પૂર્ણ થયા બાદ, લોકોના નામ નક્કી કરવામાં આવે છે અને ઓક્ટોબરમાં મતદાન દ્વારા તેની જાહેરાત કરવામાં આવે છે. ત્યારબાદ ડિસેમ્બરમાં નોબેલ પુરસ્કાર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp