IPL 2024: T20 ક્રિકેટમાં એમએસ ધોનીની વિકેટ પાછળ વિકેટમાં શાનદાર હેટ્રિક, આટલી વિકેટો સાથે બનાવ્યો નવો રેકોર્ડ!
મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બેટિંગની સાથે સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વભરમાં વિકેટકીપિંગમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. રવિવારે વિશાખાપટનમના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ધોનીએ સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના બોલ પર પૃથ્વી શોને વિકેટની પાછળથી કેચ આઉટ કર્યા હતા. અને આમ એમએસ ધોની સમગ્ર T20 ક્રિકેટમાં વિકેટ પાછળ 300 વિકેટ લેનારો પ્રથમ વિકેટકીપર બની ગયો છે.
ધોની આ ફોર્મેટમાં 300 વિકેટ ઝડપનાર એકમાત્ર વિકેટકીપર છે. આ લિસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર કામરાન અકમલ અને ભારતના દિનેશ કાર્તિક બીજા નંબર પર છે. જેમણે બરાબર 274 વિકેટ લીધી છે. કાર્તિક હજુ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે IPL રમી રહ્યા છે. એવામાં હાલ તેમની પાસે કામરાનને પાછળ છોડવાની તક છે. તેના બાદ ત્રીજા નંબર પર સાઉથ આફ્રીકાના વિકેટકીપર ક્વિંટન ડિકોક અને ઈંગ્લેન્ડના જોસ બટલર છે. તેઓ પણ હાલ ક્રિકેટમાં સક્રિય છે.
ધોની આ સીઝનમાં ત્રણ ઈનિંગમાં ચાર કેચ લઈ ચૂક્યો છે. અને ટી20 ક્રિકેટમાં સર્વાધિક કેચ લેવાના મામલામાં ડી કોકના રેકોર્ડની નજીક પહોંચવા આવ્યા છે. ડી કોકના નામે ટી20 ક્રિકેટમાં કુલ 220 કેચ છે. ત્યારે ધોનીના નામે 213 કેચ છે. ધોની તેનાથી માત્ર આઠ કેચ પાછળ છે. તેથી ધોની IPLની આ સીઝનમાં વધુ આ રેકોર્ડ પોતાના નામે કરે તેવી પૂરી શક્યતાઓ છે.
ધોનીની ભૂમિકા આ સીઝનમાં અલગ જોવા મળી રહી છે. તે કેપ્ટન નથી પરંતુ ટીમના કેપ્ટન ગાયકવાડને ખુબ ગાઇડ કરી રહ્યો છે. ધોનીને હજુ આઈપીએલ 2024માં બેટિંગ કરવાની તક મળી નથી. પરંતુ તેની વિકેટકીપિંગ શાનદાર રહી છે. વિકેટની પાછળ તેની ભૂમિકા ટીમ ચલાવવામાં ખુબ મહત્વની છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp