નમાઝ બાદ મસ્જિદમાં આત્મઘાતી હુમલો

પાકિસ્તાનના પેશાવરમાં નમાઝ બાદ મસ્જિદમાં આત્મઘાતી હુમલો, અત્યાર સુધી 28નાં મોત અને 90 થી વધુ ઘાયલ

01/30/2023 National

SidhiKhabar

SidhiKhabar

નમાઝ બાદ મસ્જિદમાં આત્મઘાતી હુમલો

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે 90થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો હતો. પેશાવરમાં પોલીસ લાઈન્સ પાસે આવેલી મસ્જિદમાં જોહરની નમાજ બાદ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટ બાદ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલ (LRC)ના પ્રવક્તા મોહમ્મદ આસિમે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે ઘાયલોને હજુ પણ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે, કેટલાકની હાલત ગંભીર છે. આ વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને માત્ર એમ્બ્યુલન્સને જ અંદર જવા દેવામાં આવી રહી છે. પોલીસ અધિકારી સિકંદર ખાને જણાવ્યું કે ઈમારતનો એક ભાગ પડી ગયો છે. ઘણા લોકો તેની નીચે દટાયા હોવાની આશંકા છે.


પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોન અનુસાર, વિસ્ફોટ લગભગ 1:40 વાગ્યે થયો હતો.વિસ્ફોટની માહિતી મળ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેની નિંદા કરી છે.

 

આ પહેલા પણ પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. 16 મે 2022ના રોજ પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ થયો હતો. એમએ જિન્નાહ રોડ પર મેમણ મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.


અગાઉ પણ કરાચીમાં બ્લાસ્ટ થયો હતો. 13 મે 2022ની રાત્રે બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ કરાચીના સૌથી વ્યસ્ત કોમર્શિયલ વિસ્તાર સદરમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એક હોટલની બહાર ડસ્ટબીનમાં થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓના કાચ તૂટી ગયા અને આગ લાગી ગઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top