ક્રૂડ ઓઇલની કિંમતમાં 1 ટકાનો વધારો, અહીં ચેક કરો ગુજરાતમાં આજે કેટલી કિંમત

ક્રૂડ ઓઇલની કિંમતમાં 1 ટકાનો વધારો, અહીં ચેક કરો ગુજરાતમાં આજે કેટલી કિંમત

06/21/2022 World

SidhiKhabar

SidhiKhabar

ક્રૂડ ઓઇલની કિંમતમાં 1 ટકાનો વધારો, અહીં ચેક કરો ગુજરાતમાં આજે કેટલી કિંમત

આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol-Diesel Rate) કોઈ વધારો થયો નથી. વાસ્તવમાં યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યા બાદ વૈશ્વિક બજારમાં (Global market) કાચા તેલની કિંમતો પર અસર પડી છે અને કાચા તેલના (Crude oil) ભાવમાં અચાનક ઘટાડો થયો છે.


લગભગ અઢી મહિનાથી પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો થયો નથી. આજે ક્રૂડ ઓઇલની કિંમતમાં 1 ટકાનો વધારો થયો છે. મંગળવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $115.1 પર ટ્રેડ થઈ રહ્યું છે. જો આગળ જતાં કાચા તેલના ભાવમાં વધારો થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થશે.


મહાનગરોમાં આજે પેટ્રોલના ભાવ :

અમદાવાદ - 96.42

સુરત - 96.31 

રાજકોટ - 96.19 

વડોદરા - 96.08 


મહાનગરોમાં આજે ડીઝલના ભાવ :

અમદાવાદ - 92.17 

વડોદરા - 91.82 

સુરત - 92.07

રાજકોટ - 91.95 


તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પેટ્રોલની કિંમતમાં મહત્તમ 9 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.


દરરોજ બદલાય છે કિંમત :

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top