IND vs ENG : ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ભારતે કર્યું આ કારનામું, આ 3 ખેલાડીઓના કારણે શક્ય બન્યું, જાણો
India vs England 1st Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોના જોરદાર પ્રદર્શનના કારણે ઈંગ્લેન્ડની ટીમ મોટો સ્કોર બનાવી શકી ન હતી અને 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પછી એ જ પીચ પર ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયાએ 436 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો. આ રીતે ભારતીય ટીમને 190 રનની લીડ મળી હતી. ભારત તરફથી ત્રણ બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. આ બેટ્સમેનોના કારણે જ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મોટી સિદ્ધિ મેળવી છે.
ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં 80 રન બનાવ્યા હતા. આ સિવાય કેએલ રાહુલે મિડલ ઓર્ડરમાં 86 રનની ઇનિંગ રમી હતી. અંતમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી અને 87 રનનું યોગદાન આપ્યું. પરંતુ આ ત્રણેય ખેલાડીઓ પોતાની સદી પૂરી કરી શક્યા ન હતા.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે એક જ ટેસ્ટ ઇનિંગ્સમાં ત્રણ ભારતીય બેટ્સમેન 80-89 રનની વચ્ચે આઉટ થયા હોય. આ સાતમી વખત છે જ્યારે ટેસ્ટ ઇનિંગ્સમાં ત્રણ બેટ્સમેન 80-89 રનની વચ્ચે આઉટ થયા હોય.
ઈંગ્લેન્ડના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા અને આઉટ થઈ ગયા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની આખી ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પછી ભારતીય ટીમના ઓપનરોએ શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ રોહિત શર્મા 24 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શુભમન ગિલ પણ 23 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે રન બનાવવાની જવાબદારી લીધી હતી.
આ બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું હતું. યશસ્વીએ 80 રન, કેએલ રાહુલે 86 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 87 રન બનાવીને આઉટ થયો હતો. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા 436 રન બનાવવામાં સફળ રહી હતી અને પ્રથમ દાવના આધારે 190 રનની લીડ મેળવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp