ભારત: આ જગ્યાએ બેક-ટૂ-બેક 2 ધડાકા, ઘટનાસ્થળ પર હાજર ફોરેન્સિક નિષ્ણાત

ભારત: આ જગ્યાએ બેક-ટૂ-બેક 2 ધડાકા, ઘટનાસ્થળ પર હાજર ફોરેન્સિક નિષ્ણાત

11/26/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભારત: આ જગ્યાએ બેક-ટૂ-બેક 2 ધડાકા, ઘટનાસ્થળ પર હાજર ફોરેન્સિક નિષ્ણાત

Blast In Chandigarh Sector 26: બાઇક પર આવેલા 2 યુવકોએ સેક્ટર-26 સ્થિત ધ ઓરા ક્લબની બહાર 2 બ્લાસ્ટ કરી દીધા. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે વિસ્ફોટ કયા કારણોસર થયા. આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ ક્લબના કાચ તૂટી ગયા હતા. માહિતી મળ્યા બાદ ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મામલો વસૂલી સાથે પણ સંબંધિત હોઈ શકે છે. આ અગાઉ પણ ગેંગસ્ટરોએ ઘણા ક્લબ સંચાલકો પાસેથી પૈસા વસૂલ્યા છે અને ઘણાને ધમકીઓ પણ મળી ચૂકી છે. થોડા દિવસો અગાઉ કલ્બોમાં બાઉન્સર મોકલવાની એજન્સી ધરાવતા યુવક પર પણ ખંડણી ન ચૂકવવા બદલ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચંદીગઢ પોલીસે ઘટનાસ્થળ પર ફોરેન્સિક નિષ્ણાતોને પણ બોલાવ્યા છે. પોલીસે આ સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે. અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો તપાસમાં લાગી ગયા છે. હજુ સુધી પોલીસ કે વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


સપ્ટેમ્બરમાં કોઠી પર હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો

સપ્ટેમ્બરમાં કોઠી પર હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો

11 સપ્ટેમ્બરના રોજ ઓટોમાં સવાર 2 યુવકોએ ચંદીગઢના સેક્ટર-10ની કોઠી નંબર 575 પર હેન્ડ ગ્રેનેડ બોમ્બ વડે હુમલો કર્યો હતો. આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરી રહી છે. આ ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નહોતું, પરંતુ ઘરની તમામ બારીઓના કાચ તુટી ગયા હતા.

આ કેસમાં વિદેશમાં રહેતા હેપ્પી પશિયાનું નામ સામે આવ્યું હતું, જેમાં તેણે પંજાબ પોલીસમાં SPના પદ પરથી નિવૃત થયેલા જસકીરત સિંહ ચહલની હત્યા માટે બ્લાસ્ટ કરાવવાની જવાબદારી લીધી હતી. ઘટનાના 72 કલાક બાદ જ પંજાબ પોલીસની વિશેષ ટીમોએ બોમ્બ ફેંકનાર 2 આરોપી રોહન મસીહ અને વિશાલ મસીહની અમૃતસર અને દિલ્હીથી ધરપકડ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top