ઇન્ડિયા બ્લોક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, લાગી ચૂક્યા છે આ આક્ષેપ

ઇન્ડિયા બ્લોક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, લાગી ચૂક્યા છે આ આક્ષેપ

12/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ઇન્ડિયા બ્લોક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, લાગી ચૂક્યા છે આ આક્ષેપ

INDIA bloc to move no confidence motion against Jagdeep Dhankhar: ઇન્ડિયા બ્લોક રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિવિધ પાર્ટીઓના લગભગ 70 સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. તમને જણાવી દઈએ કે, રાજ્યસભાના સત્ર દરમિયાન, ઇન્ડિયા બ્લોકના સાંસદો રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપપ્રમુખ જગદીપ ધનખડ પર વારંવાર ઉપલા ગૃહમાં સત્તાધારી સભ્યો પ્રત્યે પક્ષપાતપૂર્ણ વર્તન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.


ઇન્ડિયા બ્લોકના તમામ ઘટક પક્ષો એકસાથે

ઇન્ડિયા બ્લોકના તમામ ઘટક પક્ષો એકસાથે

મળતી માહિતી મુજબ, વિપક્ષી દળો ભારતીય બંધારણની કલમ 67 (B) હેઠળ રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષી સાંસદોએ સભાપતિ દ્વારા રાજ્યસભાની કાર્યવાહીન સંભાળવાની રીતને લઇને વાંધો વ્યક્ત કર્યો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરનારા 70 સાંસદોમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), આમ આદમી પાર્ટી (AAP), સમાજવાદી પાર્ટી (SP) અને અન્ય ઇન્ડિયા બ્લોકના ઘટકો દળોનો સમાવેશ થાય છે.


આ આક્ષેપો લાગી ચૂક્યા છે

આ આક્ષેપો લાગી ચૂક્યા છે

આ અગાઉ પણ ઇન્ડિયા બ્લોકના સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષ પર તેમના ભાષણમાં અવરોધ નાખવા, મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પૂરતી ચર્ચા ન થવા દેવા અને વિવાદાસ્પદ ચર્ચા દરમિયાન શાસક પક્ષની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભાનો નિયમ 238 (2) અધ્યક્ષ અને સભ્યો વચ્ચેના વ્યવહાર સાથે સંબંધિત છે. આ નિયમોના સંદર્ભે વિપક્ષી સાંસદો દાવો કરે છે કે અધ્યક્ષ સ્પષ્ટ રૂપે સભ્યોને બોલતા અટકાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top