Trump Tariff: ‘ભારતની ટીકા કરનારા પોતે...’, ટ્રમ્પની ધમકી પર ભારત સરકારે આંકડા સાથે આપ્યો જડબાત

Trump Tariff: ‘ભારતની ટીકા કરનારા પોતે...’, ટ્રમ્પની ધમકી પર ભારત સરકારે આંકડા સાથે આપ્યો જડબાતોડ જવાબ; અમેરિકાની ખોલી દીધી પોલ

08/05/2025 National

SidhiKhabar

SidhiKhabar

Trump Tariff: ‘ભારતની ટીકા કરનારા પોતે...’, ટ્રમ્પની ધમકી પર ભારત સરકારે આંકડા સાથે આપ્યો જડબાત

India slams double standards after Trump threat on Russia oil imports: ભારત સરકારના વિદેશ મંત્રાલયે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ભારતની ટીકાનો જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે આ ટીકા કરવામાં આવી રહી હતી, પરંતુ ભારતે તેને અનુચિત અને પાયાવિહોણી ગણાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદન જાહેર કરતા કહ્યું કે, ભારત પર નિશાન સાધવું ન માત્ર ખોટું છે, પરંતુ આ દેશોની પોતાની કથની અને કરણી વચ્ચેનો તફાવત પણ ઉજાગર કરે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ પરંપરાગત સપ્લાયર્સે તેમનો પુરવઠો યુરોપ તરફ વાળ્યો હોવાથી ભારતને રશિયા પાસેથી તેલ આયાત શરૂ કરવાની ફરજ પડી હતી. તે સમયે, અમેરિકાએ પોતે ભારતને આવા પગલાં લેવા માટે પ્રોત્સાહિત કર્યું હતું, જેથી વૈશ્વિક ઉર્જા બજાર સ્થિર રહી શકે. તેમણે કહ્યું કે ભારતીય ગ્રાહકોને સસ્તી અને સ્થિર ઉર્જા મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારતની આ આયાત જરૂરી છે. આ કોઈ વિકલ્પ નથી, પરંતુ વૈશ્વિક બજારની મજબૂરી છે. MEAએ કહ્યું કે આશ્ચર્યજનક વાત એ છે કે જે દેશો ભારતની ટીકા કરી રહ્યા છે તેઓ પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે, જ્યારે તે તેમના માટે રાષ્ટ્રીય આવશ્યકતા નથી.


EU પણ રશિયા સાથે વેપાર કરી રહ્યું છે

EU પણ રશિયા સાથે વેપાર કરી રહ્યું છે

ભારતે આંકડાઓ સાથે બતાવ્યું કે, માત્ર વર્ષ 2024માં યુરોપિયન યુનિયન (EU) અને રશિયા વચ્ચે 67.5 અબજ યુરોનો વસ્તુ વેપાર થયો, જ્યારે 2023માં સેવાઓનો વેપાર 17.2 અબજ યુરો સુધી પહોંચી ગયો. આ વેપાર તે વર્ષે ભારત અને રશિયા વચ્ચેના કુલ વેપાર કરતા ખૂબ વધારે હતો. યુરોપિયન યુનિયને 2024માં રશિયાથી 16.5 મિલિયન ટન LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)ની આયાત કરી હતી, જે 2022ના 15.21 મિલિયન ટનના અગાઉના રેકોર્ડને પણ વટાવી ગઈ હતી.


અમેરિકાની ખોલી પોલ

અમેરિકાની ખોલી પોલ

MEAના પ્રવક્તાએ કહ્યું કે, યુરોપ અને રશિયા વચ્ચેનો વેપાર માત્ર ઊર્જા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ખાતર, ખનિજ ઉત્પાદન, રસાયણો, આયર્ન-સ્ટીલ, મશીનરી અને પરિવહન સાધનોનો સમાવેશ થાય છે. તો, અમેરિકાને લઈને ભારતે કહ્યું કે, તે પણ પરમાણુ ઊર્જા માટે રશિયા પાસે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, પોતાના EV ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતરો સાથે-સાથે રસાયણોની પણ આયાત કરે છે.

વિદેશ મંત્રાલયે ભાર મૂક્યો કે ભારતને નિશાન બનાવવું ગેરકાયદેસર અને ગેરવાજબી છે. ભારત એક મુખ્ય અર્થતંત્રના રૂપમાં  હંમેશાં પોતાના રાષ્ટ્રીય હિત અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે જરૂરી પગલાં લેશે.


ટ્રમ્પે ટેરિફ વધારવાની ધમકી આપી હતી

ટ્રમ્પે ટેરિફ વધારવાની ધમકી આપી હતી

ભારતના આ નિવેદન અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી માત્ર મોટા પ્રમાણમાં તેલ જ નહીં, પરંતુ ખરીદેલા તેલનો મોટો ભાગ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચીને પણ મોટો નફો કમાઈ રહ્યું છે. તેમને એ વાતની કોઈ ચિંતા નથી કે રશિયાનું યુદ્ધ મશીન યુક્રેનમાં કેટલા લોકોને મારી રહ્યું છે. આ કારણે હું ભારત દ્વારા અમેરિકાને ચૂકવવામાં આવનાર ટેરિફમાં વધારો કરીશ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top