દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવા અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શું કહ્યું?

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવા અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શું કહ્યું?

07/16/2021 National

SidhiKhabar

SidhiKhabar

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવા અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શું કહ્યું?

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવ્યા બાદ હવે ત્રીજી લહેર (Corona Third wave) અંગેની ચર્ચાઓ અને પૂર્વ તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ક્યાંક ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે તો ક્યાંક તેની ઘાતકતા અંગે ચર્ચા થઇ રહી છે. જેની વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનાના અંતમાં આવી શકે છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એપિડેમિલોજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ વિભાગના પ્રમુખ ડૉ. સમીર પાંડાએ (Dr. Sameer panda) એક ટીવી ન્યુઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન આ અનુમાન વ્યક્ત કર્યું હતું. જોકે, તેમણે કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા ઓછી ઘાતક હશે.

આ ચાર કારણોને લીધે આવશે કોરોનાની ત્રીજી લહેર

ડો. પાંડાએ કહ્યું કે ત્રીજી તરંગ દેશવ્યાપી હશે, જોકે તેનો અર્થ એ નથી કે તે બીજી લહેરની જેમ ભયાનક હશે અને ઝડપથી પ્રસરશે. ડો. પાંડાએ ત્રીજી લહેરની સંભાવના અંગે ચાર કારણો પણ જણાવ્યા છે. તેમણે કહ્યું કે પહેલું કારણ પહેલી અને બીજી લહેરમાં પ્રાપ્ત ઓછી રોગપ્રતિકારકક્ષમતા છે. જો તે વધુ નીચે જશે તો ત્રીજી લહેર આવશે.

બીજું કારણ જણાવતા તેમણે કહ્યું કે, હમણાં સુધી મેળવેલી ઇમ્યુનિટી પર નવો વેરિયન્ટ પ્રભાવ પાડી શકે છે. તેમણે ત્રીજું કારણ એ જણાવ્યું કે જો નવો વેરિયન્ટ ઇમ્યુનિટીને પાર ન કરી શકે તો તેની પ્રકૃતિ ઝડપથી ફેલાવાની થઇ શકે છે. તેમને પૂછવામાં આવ્યું કે શું આ નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ હોય શકે છે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, બંને વેરિયન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ દેશમાં ફેલાયેલા છે.

બીજી લહેર દરમિયાન દેશના અનેક રાજ્યોએ લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુ જેવા કડક પ્રતિબંધો લાદ્યા હતા. પરંતુ કોરોનાના કેસ ઓછા થયા બાદ હવે લગભગ મોટાભાગના રાજ્યોમાં નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. રાજ્યોની પ્રતિબંધો હળવા કરવાની આ ઉતાવળને લઈને તેમણે કહ્યું હતું કે, આના કારણે કોરોનાના નવા કેસમાં ઝડપથી વધારો થઇ શકે છે.

કોરોનાના નિયમો જળવાય રહ્યા નથી, કાર્યવાહી કરો : કેન્દ્રની રાજ્યોને સૂચના 

કોરોનાના કેસ ઘટ્યા બાદ અને લોકડાઉન હટાવવામાં આવ્યા બાદ દેશમાં અનેક સ્થળોએ લોકોની લાપરવાહી જોવા મળી છે અને પર્યટક સ્થળો, બજાર અને અન્ય સાર્વજનિક સ્થળોએ લોકોની ભીડ એકઠી થઇ રહી છે તેમજ માસ્ક વગેરે પ્રોટોકોલનું પાલન પણ કરવામાં આવી રહ્યું નથી. જેને લઈને વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્ર તરફથી સ્વાસ્થ્ય મંત્રાલય પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે.

દેશની હાલની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, હિલ સ્ટેશનો સહિત દેશના અનેક સ્થળોએ કોવિડ પ્રોટોકોલનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને કહ્યું હતું કે, જે અધિકારીઓ કોરોના સબંધિત નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ જતા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top