એ રન નહીં બનાવે તો પણ હું ટીમમાં લઇશ...: રોહિત શર્માએ ખેલાડી માટે કહી મોટી વાત
ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવ્યું છે. ભારતે સાઉથ આફ્રિકાને 327 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 83 રન પર સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમે જીત મેળવ્યા પછી કેપ્ટન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે. રોહિત શર્માએ જણાવ્યું છે કે, જો તમે પહેલાની ત્રણ મેચ જોશો તો તમે જ કહેશો કે ટીમે પરિસ્થિતિ પ્રમાણે મેચ રમી છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં અમે પ્રેશરમાં રમી રહ્યા હતા, પરંતુ સારો સ્કોર કર્યા પછી બોલરોએ તમામ કસર પૂરી કરી દીધી છે.
રોહિત શર્માએ જણાવ્યું કે, વિરાટ કોહલી પરિસ્થિતિ અનુસાર રમે છે. ભારતીય ટીમના બોલર યોગ્ય લાઈન અને લેંગ્થ પર બોલિંગ કરે છે, ત્યારપછી પિચ કામ કરે છે. રોહિત શર્માએ શ્રેયસ એય્યર બાબતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે, ‘શ્રેયસ એય્યર વિચાર્યા પ્રમાણે નહીં રમે, તો પણ હું તેમને રમવા દઈશ. આ બાબતે ખેલાડી પર વિશ્વાસ રાખવાનો રહેશે. તમામ ખેલાડી દરરોજ સારું ના રમી શકે.’
રોહિત શર્માએ જણાવ્યું છે કે, મોહમ્મદ શમી વાપસી પછી જે પ્રમાણે બોલિંગ કરી રહ્યા છે, તે તેમની માનસિકતા પ્રદર્શિત કરી છે. છેલ્લા ઘણા સમયથી શુભમન ગિલ સાથે બેટીંગ કરી રહ્યો છું. ભારતીય ટીમ ઓવર ટૂ ઓવર અને પરિસ્થિતિ પ્રમાણે રમવાની કોશિશ કરે છે. રવિન્દ્ર જાડેજા ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા છે. આ ખેલાડીઓએ ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજા ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. છેલ્લી ઓવરમાં તેમણે રન કર્યા અને બોલિંગમાં 5 ખેલાડીઓને આઉટ કર્યા. રવિન્દ્ર જાડેજાને ખબર છે કે, તેમનો શું રોલ છે. આગામી દિવસો કેટલીક મહત્ત્વપૂર્ણ મેચ રમાશે, જેથી ટીમમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp