શું ખરેખર Abdu Rozik લગ્ન કરવા જઈ રહ્યો? પત્ની માટે ખરીદી ડાયમંડ રીંગ! જુઓ વિડિઓ
રિયાલિટી શો બિગ બોસ 16 ફેમ અબ્દુ રોજિક ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. અબ્દુને તેના સપનાની રાજકુમારી મળી ગઈ છે. તેણે આ ખુશખબર તેના ચાહકો સાથે શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને તેના ચાહકોને જણાવ્યું કે તેણે તેની ફ્યુચર વાઈફ માટે એક વીંટી પણ ખરીદી હોવાનું જણાવ્યું છે. ત્યારે આ વીડિયો સામે આવતા ફેન્સ સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર તે લગ્ન કરવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેને શુભકામનાઓ અને અભિનંદન પાઠવી રહ્યા છે.
વિશ્વના સૌથી નાનો ગાયક અબ્દુએ પણ પોતાની ભાવિ પત્ની માટે ખરીદેલી હીરાની વીંટીની ઝલક બતાવી છે. અબ્દુ રોજિકના લગ્નના સમાચારે લોકોમાં હલચલ મચાવી દીધી છે. 20 વર્ષના ગાયક અબ્દુ રોજિકને ટૂંક સમયમાં લગ્ન કરશે ત્યારે કોણ છે તેને વાઈફ તેને જાણવા લોકો ઉત્સુક છે.
View this post on Instagram A post shared by Abduroziq Official (@abdu_rozik)
A post shared by Abduroziq Official (@abdu_rozik)
અબ્દુ રોજિકની ભાવિ કન્યા વિશે પણ વિગતો બહાર આવી છે. સલમાન ખાનના પ્રિય સ્પર્ધકોમાંના એક અબ્દુ રોજિકની ભાવિ પત્ની શારજાહની છે. અબ્દુ રોજિક 19 વર્ષની અમીરાતી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી અને લખ્યું, ‘મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલો ભાગ્યશાળી હોઈશ કે મને એવો પ્રેમ મળશે જે મારું સન્માન કરે અને હંમેશા મને સપોર્ટ કરશે. 7મી જુલાઈ મારા માટે ખૂબ જ ખાસ છે!! હું તમને શબ્દોમાં કહી શકતો નથી કે હું કેટલી ખુશ છું . ત્યારે અબ્દુ 7 જુલાઈના દિવસે લગ્ન કરવાનો છે તે જાહેર કર્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp